રાજકોટ રેલવેે સ્ટેશન પર યુવાનને અજાણ્યા શખસને મારા ટીટી છે કહી ટિકિટ કઢાવી આપવાનું કહી તેને રેલવે સ્ટેશન બહાર લઇ ગયો હતો.બાદમાં અજાણ્યો શખસ આવ્યો હતો જેણે ટીટી તરીકે ઓળખ આપી બંને યુવાન પાસેથી રોકડ મોબાઇલ અને ઘડીયાળ લઇ રફુચક્કર થઇ ગયા હતાં.
પશ્ચિમ બંગાળના વતની અને હાલ રાજકોટમાં નવાગામ પટેલ વિહાર સામે રહી આબાદ ઇન્ડસ્ટ્રીઝમાં ચાંદીનું મજૂરી કામ કરનાર યુવાન દિપકુમાર ભુવનેશ્વર ફૂલે (ઉ.વ 19) દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 16/5 ના સવારે 9:00 વાગ્યા આસપાસ તે રાજકોટ રેલવે સ્ટેશન પર પોરબંદર શાંત્રાગાચી કવિ ગુરુ એક્સપ્રેસમાં રાજકોટથી સાંત્રગાચી જવા માટે ટ્રેનની રાહ જોઈ ઉભો હતો. ત્યારે અહીં બુકિંગ કાર્યાલયના પીલર પાસે એક અજાણ્યો શખસ તેની પાસે આવ્યો હતો તેણે યુવાનને કહ્યું હતું કે, ક્યાં જવાનું છે? જેથી યુવાની શાંત્રાગાચી જવાનું કહેતા તેણે પોતે યુપીનો હોવાનું કહી રેલવેમાં તેના મામા ટીટી છે અને તેની પાસે રેલવેની ટિકિટ કઢાવવાની છે તમારે ટિકિટ મારા મામા પાસે કઢાવી છે તેમ કહેતા યુવાને હા કહી હતી. બાદમાં બંને પગપાળા રેલવે સ્ટેશનમાં ડેમો એન્જિન પાસેથી સ્ટેશન બહાર પાન મસાલાની દુકાને ઉભા હતા અહીં આ શખસે યુવાનને કહ્યું હતું કે, તમારો મોબાઈલ ફોન તથા આધાર કાર્ડ અને રોકડા પૈસા આપો તેમ કહેતા યુવાને તેનો મોબાઇલ તથા તથા રોકડ રૂ. 6,000 તથા કાંડા ઘડિયાળ અને આધારકાર્ડને આપ્યું હતું. તેણે કહ્યું હતું હું હમણાં ટીટી મામાને ફોન કરું છું તેમ કહી ફોન કર્યો હતો.
થોડીવારમાં અન્ય એક અજાણ્યો શખસ સફેદ કલરનો શર્ટ પહેરી આવ્યો હતો જેની ઓળખ ટીટી તરીકે આપી હતી. ત્યારબાદ બંને સાદી રેલવે ટીકીટ લેવા માટે રેલવે સ્ટેશન જતા રહ્યા હતા. લાંબો સમય વીત્યે બંને પરત ન આવતા યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ અંગે તેણે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech