પાલિતાણા તાલુકાના ઠાડચ ગામે સરકારી પડતર જગ્યામાં સફાઇ કર્યાની દાઝ રાખી આજ ગામના મહિલા સહિત ૧૦ શખ્સોએ હથિયારો સાથે હુમલો કરતા મહિલાઓ સહિત સાતથી વધુને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ઠાડચ ગામે રહેતા દોલુભાઇ ભીખાભાઇ વણારકા (ઉ.વ.પર)એ આ જ ગામના અજુ જેઠુર વણારકા, મધુ કેશુ વણારકા, લખુ જીલુ વણારકા, કનુ કેસુ વણારકા, જેતુ કેશુ વણારકા, જો જીલુ વણારકા, બાબભાઇ જેઠુ વણારકા, નાગભાઇ જેઠુભાઇ વણારકા, આલીંગ પાતા વણારકા અને નીતાબેન અજુભાઇ વણારકા સામે પાલિતાણા રલ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મારા ઘરની સામે હુ તથા મારો પુત્ર અજયભાઈ (ઉ.વ.૨૧) મારા પત્ની કંડુબેન તથા મારી પુત્રી સેજલબેન તથા મારા ભાઈની પુત્રી ઉમાબેન જગુભાઈ વણારકા તથા ગીતાબેન તથા દયાબેન હાદાભાઇ વણારકા થ્રેચરમા મગફળી સાફ કરતા હતા તે દરમ્યા ન અજુભાઇ જેહુરભાઇ વણારકા આવેલ અને અમને કહેલ કે તમને અહી સારુ કરવાની ના પાડી હતી તો તમે કેમ જગ્યા સારી કરી તેમ કહી તેઓ બોલતા બોલ્તા ગય અને થોડીવારમાં હાથમા તલવાર લઇને આવેલ અને મારા દિકરા અજયને માથાના ભાગે તલવારનો ઘા કરી દિધેલ અને તેને લોહિ નિકળવા લાગેલ જેથી ઉમાબેન જગુભાઇ વણારકા તેની પાસે જ તા મધુભાઇ વણારકા હાથમા પાવડો લઇને આવેલ અને ઉમાબેનને માથાના ભાગે પાવડો મારી પાડી દિધેલ જેથી હું ઉમાબેન પાસે જતા આ મધુભાઇએ મને પણ માથાના ભાગે પાવડો મારી દિધેલ અને માથામા લોહિ કાઢી નાખે લ જેથી મારા પત્ની કડુબેન મારા દિકરા પાસે જતા લખુભાઇ જીલુભાઈ વણારકા હાથમા લાકડી લઈ તથા કનુભાઇ કેશુ ભાઇ વણારકા હાથમા તલવાર લઇને આવેલ અને મારા દિકરાને કનુભાઈએ માથાના ભાગે તલવાર મારી નીચે પાડી દિધેલ અને લખુભાઈ જીલુભાઈ મારી પાસે આવી મને લાકડી વતી શરીરના ભાગે જેમ ફાવે તેમ માર મારવા લાગે લ જેથી મારી દીકરી સેજલબેન અમને વધુ મારથી બચાવવા આવતા જેતુભાઈ કેશુભાઇ વણારકા હાથમા લાકડી લઇ આ વી તેને તથા મને લાકડી વતી માર મારવા લાગેલ અને બાદ જોરૂભાઇ જીલુભાઈ વણારકા તથા બાબભાઈ જેહુરભાઇ વ ણારકા તથા નાગભાઈ જેહુરભાઈ વણારકા તથા આલીંગભાઈ પાતાભાઇ વણારકા એ રીતેના ચારેય આવેલ અને અમને જે મ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી છુટા પથ્થરના અમારા ઉપર ઘા કરેલ હતા અને જેઓ જતા રહ્યા બાદ નીતાબેન અજુભાઇ વણારકાઆવેલ અને અમને ધમકી આપેલ કે આ વખતે જીવતા રહેવા દઇએ છીએ ફરીવાર કઇ કર્યુ છે તો જીવતા નઇ રહેવા દઇએ તેમ કહી જતા રહેલ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવતા ૧૦૮ એમ્બ્યુલન્સ આવતા જેમા હુ તથા મારો દીકરો અજય તથા મારા ભાઇની દીકરી ઉમાબેન એ રીતેના ત્રણેય પ્રથમ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ગયેલ જ્યા પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે અહી રીફર કરતા ફરજ પરના ડોકટરે મને માથાના ભાગે ડાબા કાનની ઉપર વાગેલ હોય જ્યા ચારથી પાંચ ટાંકા લીધેલ છે તેમજ મારા દિકરા અજયભાઇને કપાળના ઉપરના ભાગે મા થામા છ ટાંકા લીધેલ છે તથા માથામા ઉપરના ભાગે છ થી સાત ટાંકા લીધેલ છે તથા ઉમાબેન જગુભાઈ વણારકાને છુ ટા પથ્થરના ઘા કરેલ હોય તે દરમ્યાન હોઠ ઉપર પથ્થર વાગી જતા દાત પડી ગયેલ અને હોઠે ઇજા થયેલ તેમજ તેને માથાના ભાગે ફેક્ચર થતા સારવારમાં ખસેડાયા હતા. આ અંગે પાલીતાણા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech