મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.
રાજકોટ ખાતેથી રાયકક્ષાનો ખેલ મહાકુંભ સહિતના પાંચ જેટલા કાર્યક્રમો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપવાના છે. બપોરે ત્રણ વાગ્યાથી લઈ રાત્રિના ૧૦ વાગ્યા સુધી મુખ્યમંત્રી રાજકોટ ખાતે રોકાણ કરશે.અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
બપોરે પ્રાંસલા ખાતે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ હેલિકોપ્ટર મારફતે સાંજે રાજકોટ જૂના એરપોર્ટ પર પહોંચશે.
માહિતી મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે બપોરે ૩:૦૦ વાગ્યે હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યાંથી સીધા હેલિકોપ્ટરના માધ્યમથી ઉપલેટાના પ્રાસલા ખાતે આયોજિત રાષ્ટ્ર્ર કથા શિબિર હાજરી આપશે. ત્યાંથી સાંજે ૫–૩૦ કલાકે રાયકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારભં કરાવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ૬–૩૦ વાગ્યે ધીરગુ મેડિકલ કોમ્પ્લેકસ, રૈયા રોડ, હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સનું ઉધ્ઘાટન કરશે. સાંજે સાત કલાકે ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આયોજિત સ્નેહમિલન સમારોહ હાજરી આપશે. ત્યારબાદ રાજ રેસીડેન્સી ખાતે પરેશ ગજેરા ના ઘરે રાત્રી ભોજન માટે જશે. ભોજન લીધા બાદ રાત્રિના ૦૯ વાગ્યા સત્ય સાંઈ રોડ, આલાપ હેરિટેજ ખાતે યુનિટી ફાઉન્ડેશન દ્રારા આયોજીત લોકડાયરામાં હાજરી આપશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જવા માટે રવાના થશે
રાજય ગૃહ મંત્રી હર્ષ સંઘવી ચાર કલાક વહેલા આવશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રયમંત્રી અને વાહન વ્યવહાર તેમજ રમત–ગમત મંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે એક વાગ્યે રાજકોટ ખાતે એસ.ટી ડિવિઝનની વિભાગ્ય કચેરીનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ સીધા જ સાંજે પાંચ વાગ્યે રાયકક્ષાના ખેલ મહાકુંભમાં ઉપસ્થિત રહેશે. ત્યાંથી મુખ્યમંત્રી સાથેના કાર્યક્રમોમાં હાજરી આપશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech