કિરીટ ગોસ્વામી એકવીસમી સદીના શ્રેષ્ઠ બાળસાહિત્યકાર છે. આધુનિક બાળસાહિત્યમાં નવાં ને મૌલિક સર્જન થકી તેઓ છવાઇ ગયા છે. નવા સમયનાં બાળકોના તેઓ પ્રિય બાળસાહિત્યકાર છે.
તાજેતરમાં જ, તા. 5 જાન્યુઆરીના રોજ, અસાઇત સાહિત્ય સભા, ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાતા સાહિત્યના વિવિધ પુરસ્કારો પૈકી કિરીટ ગોસ્વામીના બાળવાર્તાનાં સંગ્રહ ' ઉંદરભાઇનો ઝૂલો'ને સર્જન સન્માન પુરસ્કાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારંભમાં સુપ્રસિદ્ધ કવિ માધવ રામાનુજના હસ્તે એનાયત કરવામાં આવ્યો.
આ સમારંભમાં કિરીટ ગોસ્વામીએ પોતાની સર્જન કેફિયત રજુ કરી હતી.સતત બાળકમય જીવન જીવવાથી તેમને વાર્તાઓના વિષય વસ્તુ મળે છે. તેમણે ગુજરાતની લગભગ સાડા પાંચ સો જેટલી પ્રાથમિક શાળાઓમાં બાળસાહિત્યનાં કાર્યક્રમ રજુ કરેલ છે.
ભારતભરમાં ફેલાયેલ પ્રથમ ઑપન સ્કૂલ અને ગુજરાત-મહારાષ્ટ્રના અભ્યાસક્રમમાં તેમની બાળવાર્તાઓ સમાવેશ પામેલ છે. સર્જન ઉપરાંત, તેઓ બાળવાર્તાઓ અને બાળગીતોની બાળભોગ્ય રજૂઆત માટે ખૂબ જાણીતા છે.બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર કિરીટ ગોસ્વામીને વધુ એક પુરસ્કાર પ્રાપ્ત થતાં,તેમની યશકલગીમાં વધુ એક પિચ્છુ ઉમેરાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech