આંબેડકરનગરમાં રહેતા યુવાને રાજુ સંધી નામના શખસ સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાવી છે. આ શખસે અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક શબ્દ બોલી તે અંગેનો વિડીયો અન્યને મોકલી વાયરલ કર્યો હોય જે અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના આંબેડકરનગર શેરી નં. 12/13 ના ખૂણે એસટી વર્કશોપની પાછળ રહેતા ચિરાગ પ્રવીણભાઈ સોલંકી (ઉ.વ 29) દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજુ વલીભાઈ સંધિનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તા. 22 4 ના બપોરના બારેક વાગ્યા આસપાસ તે ઘરે હતો ત્યારે તેના મિત્ર તુષારભાઈ પારગીએ તેના વોટ્સએપ નંબર પરથી અલગ અલગ છ વિડીયો ફાઈલ મોકલી હતી. જે ડાઉનલોડ કરી જોતા અલગ અલગ વીડિયોમાં રાજુ વલી સંધી નામનો શખસ અનુસૂચિત જાતિ વિશે જેમફાવે તેમ બોલતો હોય તેમજ અનુસૂચિત જાતિના આગેવાનોને અપશબ્દ બોલતો હોય આ રાજુ અલી સંધિ પહેલા અહીં ખોડીયારનગરમાં રહેતો હોય જેથી તેમને ફરિયાદી ઓળખે છે. તેણે આ વિડીયો ક્યાં બનાવ્યો છે તેનો કોઈ ખ્યાલ નથી આમ રાજુ સંધી નામના આ શખસે અનુસૂચિત જાતિ પ્રત્યમનજક શબ્દો કહી તેનો વિડીયો અન્ય લોકોમાં વાયરલ કર્યો હોય આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech