રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં કપાસની આવક ગત વર્ષની તુલનાએ માંડ અડધી થઇ છે અને કપાસની નબળી ગુણવત્તાને કારણે આ વર્ષે ભાવ પણ ઓછા છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વર્તુળોએ જણાવ્યું હતું કે ગત વર્ષે સોયાબિનના ખુબ સારા ભાવ ઉપયા હોય આ વર્ષે કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ કપાસના બદલે સોયાબિનનું વાવેતર કયુ હતું, અમુક ખેડૂતોએ કપાસનું વાવેતર ઘટાડી સાથે સોયાબિનનું વાવેતર કયુ હતું. આ મુજબ વાવેતર ઘટતા ઉત્પાદન ઓછું છે. તદઉપરાંત આ વર્ષે પાછોતરો વરસાદ છેક દશેરા સુધી વરસતા કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. કપાસમાં ભેજ બેસી જતા ગુણવત્તા નબળી થઇ છે. દરમિયાન આજે યાર્ડમાં ૧૩૦૦૦ મણ કપાસની આવક થઇ હતી જેની સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .૧૩૦૦થી ૧૫૪૦ સુધી રહ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં કપાસના ભાવ ઓલ ટાઇમ હાઇની સપાટી સુધી પહોંચ્યા હતા, યારે હાલની સીઝનમાં એક પણ વખત કપાસનો ભાવ .૧૬૦૦ની સપાટીએ પણ પહોંચ્યો નથી. તદઉપરાંત કપાસમાં એક પણ વખત એટલી આવક થઇ નથી કે આવક બધં કરવા ફરજ પડે. આમ રાજકોટ યાર્ડમાં ગત વર્ષની તુલનાએ કપાસની આવક અડધી થઇ છે અને ભાવ પણ ઓછા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech