જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડ રોડ પર જડુસ હોટલ નજીક એવરેસ્ટ પાર્કમાં રહેતા અને રાણી ટાવર પાસે લેબોરેટરી ચલાવનાર માર્ગીશ સાવલિયા (ઉ.વ 25) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી લેખિત ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તે તથા તેનો માસીયાઇ ભાઈ ભાવેશ ચાવડા અહીં બ્રેઝા કારને ટેકો દઈને ઉભા હતા. તેવામાં એક શખસ અહીં ધસી આવ્યો હતો અને કહ્યું હતું કે, 15 લાખની કાર છે ટેકો દઈને નહીં ઊભું રહેવાનું જેથી યુવાનના માસીયાઇ ભાઈએ તુ કારો કેમ આપો છો? તેમ કહેતા આ શખસ ગાળાગાળી કરવા લાગ્યો હતો. બાદમાં તેના પત્ની અને પુત્ર પણ અહીં આવી ગયા હતા અને ઝઘડો કરી બંને યુવાનોને લાકડી વડે મારમાર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો બીજી તરફ આ મામલે યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ અરજી કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech