રાજય અને કેન્દ્ર સરકાર દ્રારા પ્રજાની સુખાકારી માટે સ્થાનિક સ્વરાજયની સંસ્થાને વર્ષે કરોડો રૂપિયાની લ્હાણી કરે છે પણ ખાટલે માટી ખોટ એ છે કે સ્થાનિક સ્વરાજય સંસ્થામાં પ્રજાએ ચૂંટીને મોકલેલા પદાધિકારીઓ એસી ઓફિસમાં બેસી વાતોના વડા કરી સંસ્થાને પોતાની પેઢી હોય તેવો વહીવટ આપી રહ્યા છે ત્યારે ઉપલેટા શહેરમાં ત્રણ માસ થયા નગરપાલિકામાં નવા પદાધિકારીઓ અને નગરસેવકોએ પદગ્રહણ કર્યા છે પણ ભર ઉનાળે એસી ઓફીસમાં બેસી સરકારી ખર્ચે ગાડીઓમાં ફરી સમય વેડફી રહ્યા છે પણ પ્રજાની વેદનાને વાચા આપવાનું ભૂલી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ત્રણ માસ પહેલા શહેરની જનતાએ કેન્દ્ર અને રાજયના વિકાસને ધ્યાનમાં રાખી ભાજપને ખોબલેને ખોબલે મત આપી ૩૬માંથી ૨૮ જેટલી જંગી બેઠકો આપી સત્તાનું સિંહાસન આપેલ હતું. છેલ્લ ા બે વર્ષ વહીવટદાર શાસનનો અતં આવતા પ્રજાને સ્થાનિક કામોની આશા જાગી હતી. શહેરમાં મુખ્યત્વે રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટલાઇટ પ્રશ્નો સ્થાનિક સ્વરાજયની સંસ્થા પાસે આશા હોય છે. પ્રજા ટેક્ષ ના ભરે તો દડં અને સીલ જેવા કાયદાઓ ઉગામી પ્રજા પાસેથી વેરા સહિતની વસુલાતો કરે તે પણ વસુલાતની સામે જનતાના કામ માટેની વાત આવે તો ચૂંટાયેલા નગરસેવકા મોઢા સંતાડી જતા રહે છે પણ ભારતીય જનતા પાર્ટીએ જે મુખ્ય સત્તાધીશોને હોદ્દેદારો બનાવ્યા છે તેમની પાસે તો જનતા અને પાર્ટીની બન્નેની અપેક્ષા કામ રાખે તે સ્વાભાવિક છે પણ ઉપલેટા નગરપાલિકાના નગરસેવકો તારી–મારી કરવામાંથી જ નવરા થતા નથી. પ્રજાના પ્રશ્ને તો સાવ નપાણીયા થઇ ગયા છે. રોડના કામોના બિલ ચૂકવાય તે હોદ્દેદારો સત્તાધીશોને પુછવામાં આવે તો કહે છે કોઇ ખબર નહીં પ્રજા કામ લઇને જાય તો કહે અરજી આપો, અરજી આપે તો કહે અમે જોવરાવી લેશું પ્રજાના પ્રશ્ને એક બીજાને ખો આપી ગુમરાહ કરી રહ્યા છે.
સ્થાનિક પત્રકારો પાસે આમ જનતા પોતાના પ્રશ્નો માટે આવે છે ત્યારે સ્થાનિક પત્રકારો સત્તાધીશો પાસે રજુઆત કરે ત્યારે સત્તાધીશો ઘોડાની જેમ દોડવા લાગે છે પણ સામાન્ય જનતાનું કોઇ સાંભળતું ન હોય તેવી રીતે શહેરમાં સોનલનગર વિસ્તારમાં ગટરની મોટી ખુલ્લ ી કુંડીમાં ગૌમાતા પડી હતી તે સ્થાનિક લોકોએ મહામહેનતે ત્રણ કલાકને અંતે જીવતી બહાર કાઢયા હતાં ત્યાર નગરપાલિકામાં બેઠેલા હોદ્દેદારોએ યાદ રાખવું જોઇએ તેમાં ગૌમાતા અને હિન્દુ સમાજની ૮૬ કરોડ દેવતાનાં જેમાં વાસ છે તેના નામે મત મેળવી સત્તામાં બેઠા છો. શહેરના ભવાનીનગરના પુલ ઉપર છેલ્લ ા બે માસ થયા મોટા ખાટલા જેવડો ખોડો જોવા મળે છે પણ આ નપાણીયા નેતાઓને દેખાતા નથી. જયારે વીજળી રોડ ઉપર ગટરની કુંડીના ખુલ્લ ા ઢાંકણા અને ઢાંકણા વગરની કુંડીઓ ખુલ્લ ેઆમ જોવા મળે છે તે એસીમાં બેઠેલા નેતાઓને નથી દેખાતું જયાં શહેરના સ્લમ વિસ્તારની પ્રજા રહે છે ત્યાં ગંદકીના થર અને ખુલ્લ ી ગટરો જોવા મળી રહી છે.
ત્રણ કમાન વિસ્તારમાં છેલ્લ ા ૬ માસથી ખોદાયેલો રોડનું કામ શરૂ કરવાની જનતા રાહ જોઇ રહી છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશોએ એસી ચેમ્બરમાંથી બહાર નિકળી જનતાના પ્રશ્નો ઉકેલવામાં રસ દાખવવો જોઇએ તેવું શહેરની જનતા અને વેપારીઓ રાહ જોઇ રહ્યા છે
પ્રજાના કામો ટલ્લે ચડયા પણ બિલ ફટાફટ ચૂકવાયા
ત્રણ કમાન પાસે એક માસ પણ હજી નથી થયો નવો રોડ બન્યો તેને રોડ પણ સાવ ભંગાર હાલમાં બન્યો છતાં તેનું બિલ ફટાફટ ચુકવાઇ ગયું, કોના બાપની દિવાળી, પ્રજાના પૈસાનો ખુલ્લ ેઆમ દુરઉપયોગ થઇ રહ્યો છે ત્યારે આ અંગે સત્તાધીશોને સ્થાનિક પત્રકાર દ્રારા પુછતા ત્યારે સત્તાધીશના જવાબદાર વ્યકિત દ્રારા એવું જણાવેલ કે નિયમ મુજબ તેની સાત ટકા જેટલી રકમ ડિપોઝીટ તરીકે રાખી બીલ ચૂકવી દેવામાં આવ્યું છે અને રોડ ત્રણ વર્ષની ગેરેન્ટી પીરીયડમાં છે એવો લુલો બચાવ થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech