તળાજા પોલીસ મથકમાં તાજેતરમાં સગીર વયની પુત્રીના પિતાએ પોતાની પુત્રી અભ્યાસ અર્થે જતી હતી એ સમયે ઠળિયા ગામના યુવાને મિત્ર સાથે રસ્તામા આંતરીને અજાણ્યા બાઈક ચાલક સાથે આવીને સગીરાને પ્રેમલગ્ન કરવા માટે ધમકાવેલ.આ ફરિયાદને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતા આરોપી પોસ્ટ ઓફિસના કર્મચારીને હાલ જેલ હવાલે થયો હતો.
શારીરિક શોષણ, છેડતી જેવી ફરિયાદોમા ફરિયાદીનો દાવો, આરોપને લઈ થતી પોલીસ તપાસમાં ઘણો જ વિરોધાભાસ હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમા પોલીસ સ્પષ્ટતા પણ સત્તાવાર રીતે કરી શકતી નથી હોતી તેવું બને છે. તાજેતરમાં તળાજા પોલીસ મથક ખાતે એક સગીર પુત્રીના પિતાએ ઠળિયા ગામના સિદ્ધરાજ દિલીપભાઈ વાળા જે સરતાનપર ગામે પોસ્ટ ઓફીસ નો કર્મચારી છે.તેમની અને તેની સાથે બાઈક લઈ ને આવેલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીહતી. ફરિયાદી નો આરોપ હતોકે સગીર પુત્રી સ્કૂલે જતી હતી તે સમયે આરોપી સિદ્ધરાજ એ આવી દીકરી ને પ્રેમલગ્ન કરવા ધમકાવી હતી. બાદ પણ અમારું શુ ઉખેડી લીધુ તેવું દબંગ વર્તન દાખવ્યું હતું. ફરિયાદને લઈ તળાજા પોલીસે આરોપી સિદ્ધરાજ વાળાની ધરપકડ કરી હતી. સગીરા સાથે લગ્નનું સ્વપ્ન જોનાર પોસ્ટ કર્મીને કોર્ટે જેલમા મોકલી આપ્યો છે.બીજી તરફ બાઈક લઈને આવનાર અજાણ્યો શખ્સ કોણ છે તેનાતેનું નામ પોલીસ ને જાણવા મળ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech