જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિહની સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા પરોલ ફર્લો સ્કોવર્ડના પીએસઆઇ આર.બી.બલદાણીયા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે ગોંડલની આશાપુરા ચોકડી પાસે નેશનલ હાઇવે પાસે આવેલા મામાદેવના મંદિર પાસેથી વિક્રમ ઉર્ફે ઇટલી મનુભાઇ મક્કા(ઉ.વ ૩૬ રહે. મેસવાણ તા. કેશોદ) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની અંગ જડતી લેતા તેની પાસેથી રૂ. ૭૬ હજારની કિંમતના ૧૧ મોબાઇલ ફોન મળી આવ્યા હતાં. જે અંગે તેની પાસેથી બીલ માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને સંતોષકારક ઉત્તર આપી ન શકતા પોલીસે આ મોબાઇલ શક પડતી મિકલત તરીકે કબજે કર્યા હતાં.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ શખસ રાત્રીના સમયે કારખાનાઓ અને વાડી વિસ્તારમાં સુતેલા માણસો પાસે રહેલા મોબાઇલ ફોનની ચોરી કરી લેવાની મોડસ ઓપેરન્ડી ધરાવે છે. મોબાઇલની ચોરી કર્યા બાદ આ શખસ જે વ્યકિતનો ફોન ચોરી કર્યો હોય તેનો સંપર્ક કરી મોબાઇલ પરત જોઇતો હોય તો રૂપિયા ગુગલ પેથી ઓનલાઇન પેમેન્ટ કરી દેવાનું કહી પૈસાની માંગણી કરતો હતો. એલસીબીની ટીમે આરોપીને ગોંડલ બી ડિવિઝનના હવાલે કરી દેતા હવે આગળની તપાસ તેમની ટીમ દ્વારા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech