રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના 150 ફૂટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડી નજીક ગેરકાયદેસર બાંધકામ કરીને નિર્માણ કરાયેલા એક પાંચ માળના બિલ્ડીંગનું આજે હથોડા મારીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગની ત્રણેય બાજુ રહેણાંક મકાનો આવેલા હોય બુલડોઝર થી ડિમોલિશન થઈ શકે તેમ ન હતું આથી માણસો મારફતે હથોડા વડે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં કુલ ૫૧ જેટલા ગેરકાયદેસર બાંધકામોને કલમ ૨૬૦ (૨) હેઠળ નોટીસ ફટકારવામાં આવી હતી તે પૈકીના ઉપરોક્ત બાંધકામનું આજે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, આ બિલ્ડીંગ સૂચિત વિસ્તારમાં હતું તેમજ ઇમ્પેક્ટ સ્કીમ અંતર્ગત પણ કાયદેસર કરી થવાને પાત્ર ન હતું.
ડેપ્યુટી કમિશનર અને સીટી એન્જિનિયર કક્ષાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઉપરોક્ત ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલિશન વેળાએ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગામી દિવસોમાં અન્ય ગેરકાયદે બાંધકામો દૂર કરવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું મ્યુનિ.સૂત્રોએ ઉમેર્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech