ધોરાજીમાં ઘર પાસે આંટાફેરા કરનાર શખસને સમજાવવા ગયેલા યુવાન પર પાઇપથી જીવલેણ હુમલો કરી તેને મંદિર પાસે ફેંકી દીધો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ધોરાજીના ભુખી ગામના વતની અને હાલ ધોરાજીમાં રામપરા ગરબી ચોક પાસે રહેતા કાજલબેન રવિભાઈ ડાભીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિજય જેન્તી સોલંકીનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી મજૂરી કામ કરે છે. તેણી ગઈ તા. ૩૦/૦૫ ના સવારના ફરેણી ગામ રોડ પર મજુરી કામે ગયેલ અને ઘરે આવતી રહેલ હતી. તેના ઘરે પતિ તથા સંતાનો જમીને ઘરે બેઠા હતા. તેમજ ધોરાજી ચાપાતર વિસ્તારમાં રહેતો વિજય જયંતી સોલંકી અવાર નવાર ઘર પાસે આંટા ફેરા કરતો હોય જે બાબતની વાત પતિને કરતા તેના પતિ બપોરના આરોપીને સમજાવવા માટે ગયેલ હતા.
ત્યારબાદ પડોશમાં રહેતા એક ભાઈ તેણીના ઘરે આવેલ અને વાત કરેલ કે, રામપરા વિસ્તારમાં હનુમાન દાદાના મંદિર પાસે પીપરનું ઝાડ આવેલ છે ત્યાં વિજય સોલંકીએ તમારા પતિને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી દેતા તેઓ ત્યાં ઝાડ નીચે પડી ગયા છે તેમ વાત કરતા દોડીને તેણી પતિ પાસે ગયેલ તો તેઓને માથાના ભાગેથી લોહી નીકળતું હતું અને તે સરખી રીતે બોલી શકતા ન હતા, જેથી બાજુમાંથી એક ઓટો રીક્ષા વાળાને બોલાવી તેમને ધોરાજી સરકારી દવાખાને સારવારમાં લઈ ગયેલ હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી વિજય સોલંકીને સમજાવવા ગયેલ ફરીયાદીના પતિને પાઇપના ઘા ઝીંકી માથું ફોડી નાખતા ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech