અમેરિકાના ટેનેસીમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક પાલતુ કૂતરાએ તેના માલિકને ગોળી મારી દીધી. ટેનેસીના મેમ્ફિસમાં એક માણસ તેની ગર્લફ્રેન્ડ સાથે સૂઈ રહ્યો હતો ત્યારે તેનો પાલતુ કૂતરો તેના પલંગ પર કૂદી પડ્યો અને લોડેડ બંદૂકથી ગોળીબાર કર્યો. ગોળી તે માણસના ડાબા જાંઘમાં વાગી, જેના પગલે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેની સારવાર કરવામાં આવી. ઘટનાની જાણ કરતી વખતે પોલીસે આ વાતની પુષ્ટિ કરી અને તેને આકસ્મિક ઈજા તરીકે નોંધવામાં આવી.
પોલીસે ઘટનાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે 1 વર્ષના પીટ બુલ કૂતરાનો પંજો ટ્રિગર ગાર્ડમાં ફસાઈ ગયો અને ટ્રિગર સાથે અથડાઈ ગયો. જોકે, રિપોર્ટમાં ગોળી ચલાવવા માટે કયા પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ઉલ્લેખ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ગોળીબાર થયો ત્યારે તે માણસની ગર્લફ્રેન્ડ સૂતી હતી. તેમાં તેમનું નામ ઉલ્લેખિત નહોતું.
પીડિતે કહ્યું કે એક વર્ષના પિટબુલનું નામ ઓરિયો છે. તેણે પોતાના પાલતુ પ્રાણીનું વર્ણન ખૂબ જ તોફાની તરીકે કર્યું જે આખો દિવસ કૂદકા મારતો રહે છે અને આવી વસ્તુઓને પસંદ કરે છે. ઘટના દરમિયાન પણ તે આવું જ કરી રહ્યો હતો ત્યારે તેનો પંજો ટ્રિગરમાં ફસાઈ ગયો અને ગોળી વાગી ગઈ. યુ.એસ.માં બંદૂક દ્વારા હિંસાના ઘણા કિસ્સાઓ છે પરંતુ પ્રાણીઓ દ્વારા માણસો પર ગોળીબાર કરવાની ઘટનાઓ ભાગ્યે જ નોંધાય છે.
બે વર્ષ પહેલાં કેન્સાસમાં એક જર્મન શેફર્ડ કૂતરાએ શિકારની રાઇફલ પર પગ મૂક્યો ત્યારે 30 વર્ષીય વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2018 માં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યારે 51 વર્ષીય એક વ્યક્તિને તેના પિટબુલ-લેબ્રાડોર દ્વારા પગમાં ગોળી વાગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રભુજીપીપળીયામાં ઘરેલુ ઝઘડામાં પોલીસ કર્મચારી સહિતનો હંગામો
June 09, 2025 10:54 AMદેશના 82 ટકા નોકરિયાતો પૈસાને નહીં પોતાના અંગત જીવનને મહત્વ આપે છે
June 09, 2025 10:53 AMપોરબંદરના બે યુવાનોએ અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરતા થયું અભિવાદન
June 09, 2025 10:33 AMમીઠાપુરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ
June 09, 2025 10:33 AMપોરબંદરમાં વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગર કાઠે સફાઈ અભિયાન
June 09, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech