અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે આઇફોન નિર્માતા કંપની એપલને મોટી ચેતવણી આપતા કહ્યું કે જો આઇફોન અન્ય દેશોમાં બનાવવામાં આવશે અને અમેરિકામાં વેચવામાં આવશે, તો કંપનીએ 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું છે કે, અમેરિકામાં વેચાતા આઈફોન ભારત કે અન્ય કોઈ દેશમાં બનાવવામાં આવશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે મેં ટિમ કૂકને ઘણા સમય પહેલા કહ્યું હતું કે મને અપેક્ષા છે કે અમેરિકામાં વેચાતા તેમના iPhones ભારતમાં કે બીજે ક્યાંય નહીં, પણ અમેરિકામાં જ બનાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જો આવું નહીં થાય તો એપલને અમેરિકાને ઓછામાં ઓછા 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.
'ભારત આઇફોન માટે સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે'
છેલ્લા 5 વર્ષમાં, ભારત એપલના આઇફોન માટે સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં કંપનીની એસેમ્બલી લાઇન્સે ગયા નાણાકીય વર્ષના 12 મહિનામાં 22 બિલિયન ડોલરના મૂલ્યના સ્માર્ટફોનનું ઉત્પાદન કર્યું હતું. યુએસ સ્થિત કંપનીએ ગયા વર્ષની સરખામણીમાં ભારતમાં 60 ટકા વધુ આઇફોનનું ઉત્પાદન કર્યું છે.
'ભારતમાં આઇફોનનું ઉત્પાદન ન કરો'
ગયા મહિને, રોઇટર્સે અહેવાલ આપ્યો હતો કે, ચીન પર ટ્રમ્પના ટેરિફને કારણે સપ્લાય-ચેઇન ચિંતાઓ અને આઇફોનના ભાવમાં વધારાની આશંકા વચ્ચે એપલ ભારતને વૈકલ્પિક ઉત્પાદન આધાર તરીકે સ્થાપિત કરી રહ્યું છે. ગયા અઠવાડિયે જ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં આઈફોનનું ઉત્પાદન ન કરવા અને અમેરિકામાં ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.
ટ્રમ્પ, જેમની ટેરિફ નીતિઓએ વૈશ્વિક બજારોને ઉથલપાથલ કરી દીધી છે, તેમણે કતારમાં કહ્યું કે તેઓ નથી ઇચ્છતા કે કૂક ભારતમાં ઉત્પાદન કરે. ટ્રમ્પે કહ્યું કે ગઈકાલે મને ટિમ કૂક સાથે થોડી તકલીફ થઈ હતી. તેઓ સમગ્ર ભારતમાં ઉત્પાદન કરી રહ્યા છે. હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech