આટકોટ પાસે ટ્રકમાંથી ૧૦૦ લિટર ડીઝલ કાઢી ચાલકે હોટેલ સંચાલકને વેચી દીધું

  • June 11, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીની શિતલ કુલ પ્રોડક્ટ લિમિટેડના ડ્રાયવરે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી નાંખ્યું હતું.જે અંગે આટકોટ પોલીસ મથકમાં ટ્રક ચાલક અને ડીઝલ ખરીદનાર હોટેલ સંચાલક વિરુદ્ધ ટ્રાન્સપોર્ટ પેઢીના કર્મચારીની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે.


બનવાની જાણવા મળતી વિગતો મુજબ, અમરેલીની એમેજોન સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા(ઉ.વ ૨૯) એ આટકોટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેશ ગોવિંદભાઇ રાઠોડ(રહે. મીઠાપુર તા. ધારી) અને રાજકોટ આટકોટ હાઇવે પર બળધોઇ ગામના પાટિયા પાસે જય દ્વારકાધીશ હોટલના સંચાલકનું નામ આપ્યું છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શીતલ કુલ પ્રોડક્ટ લીમીટેડ-અમરેલી ખાતે ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળે છે. ટ્રાન્સપોર્ટેશનમાં અલગ અલગ કંપનીની કુલ ૮૭ ગાડીઓ ચાલે છે. શીતલ કુલ પ્રોડક્ટ લીમીટેડ અમરેલીમાં આઇશર કંપનીનો ટ્રક રજી નંબર જીજે-14-એક્સ-310 ગાડીમાં મહેશભાઇ ગોંવીદભાઇ રાઠોડ (રહે. મીઠાપુર ડુંગરી, ધારી,અમરેલી) છેલ્લા આઠેક દીવસથી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને તેને અલગ અલગ ગાડીઓમાં વર્ધી આપવામાં આવે છે. ગઇ તા.૦૯/૦૬/૨૦૨૫ ના રાત્રીનાં આશરે સાડા અગિયાર વાગ્યે મહેશને જામનગરની વર્ધી આપવામાં આવી હતી. જેથી મહેશ શીતલ કુલ પ્રોડક્ટ લીમીટેડની આઇશર ગાડી નં. જીજે-14-એક્સ-3104 લઈને જામનગર ખાતે ડીલવરી આપવા ગયો હતો. બાદમાં તા.૧૦/૦૬/૨૦૨૫ ના બપોરના ચાર વાગ્યે અમરેલી પરત આવ્યો હતો.


મહેશે શીતલ કુલ પ્રોડક્ટ લીમીટેડનાં કનઝ્યુમર પંપથી પોતે વર્ધી કરીને પરત આવતા આઇશર ગાડીમાં ડીઝલ પુરાવવું જરૂરી જણાતા ૨૪૭ લીટર ડીઝલ જેની કિંમત રૂ. ૧૭,૭૦૭ પુરાવેલ હતું. સામાન્ય રીતે જામનગર જવા આવવાનું ડીઝલ આટલુ ન થતુ હોય જેથી ફરિયાદીએ તેને પુછયુ હતું કે, ડીઝલ કેમ આટલું વધુ આવ્યું ? આ બાબતે કડક રીતે પુછતા મહેશએ જણાવ્યું કે, રાજકોટ-આટકોટ હાઇવે રોડ ઉપર બળધોઇ ગામના પાટીયા નજીક આવેલ જય દ્વારકાધીશ હોટલ ખાતે બપોરના બે વાગ્યાની આસપાસ ૧૦૦ લીટર ડીઝલ કાઢેલ અને આ ડીઝલ તેણે જય દ્વારકાધીશ હોટલ વાળાને રૂ.૭૦૦૦ માં વેચી દીધું હતું. જેથી આ તમામ હકીકત ફરિયાદીએ તેના શેઠ દીનેશભાઇ દકુભાઈ ભુવા (રહે-અમરેલી)ને જણાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application