મોરબીના વાવડી રોડ પર દારૂનું કટિંગ ચાલતું હોય ત્યારે એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની કુલ ૧૫૦૦ બોટલનો જથ્થો જપ્ત કરી ચાર ઇસમોને ઝડપી લીધા હતા તો વાહનચાલક સહિતના છ ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ પર શ્રીજી સોસાયટીમાં દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી નંબર પ્લેટ વગરનું અશોક લેલન વાહન મળી આવ્યું હતું અને સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં મેકડોવેલ્સ નં ૦૧ વ્હીસ્કી બોટલ નંગ ૩૬૦, રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોલત નંગ ૨૪૦, મેકડોવેલ્સ નં ૦૧ વ્હીસ્કી બોટલ નંગ ૨૪૦, રોયલ સ્ટગ વ્હીસ્કી બોટલ નંગ ૪૨૦ અને ઓલ સીઝન વ્હીસ્કી બોટલ નંગ ૨૪૦ મળીને નાની મોટી દારૂની બોટલ નંગ ૧૫૦૦ કીમત રૂ ૫,૯૫,૮૦૦ ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો,
તેમજ સ્થળ પરથી અશોક લેલન બડા દોસ્ત કીમત રૂ ૧૦ લાખ, અતુલ શક્તિ રીક્ષા જીજે ૦૩ બીટી ૧૯૫૩ કીમત રૂ ૫૦ હજાર, સ્વીફ્ટ કાર જીજે ૦૯ બીએલ ૦૦૪૭ કીમત રૂ ૬ લાખ અને ૪ મોબાઈલ કીમત રૂ ૨૦ હજાર સહીત કુલ રૂ ૨૨,૬૫,૮૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ સ્થળ પરથી પોલીસે આરોપી ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબ માયક (ઉ.વ.૨૩) રહે પંચાસર રોડ ભારતપરા -૦૧, અકરમ મહેબુબ શાહમદાર (ઉ.વ.૨૦) રહે મકરાણીવાસ મોરબી, કિશન પ્રવીણ લવા (ઉ.વ.૨૩) રહે જેપુર ત્રિમંદિર સામે બ્રહ્મપૂરી સોસાયટી અને સિકંદર ઉર્ફે સિકલો કાદર મોવર (ઉ.વ.૨૨) રહે વિસીપરા બિલાલી મસ્જીદ શેરીમાં એમ ચાર ઇસમોને ઝડપી લીધા હતા તો અન્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઈ વિડજા રહે હાલ મહેન્દ્રનગર, હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંત ધોળકીયા રહે નવાડેલા રોડ મોરબી, તુલસી હસમુખ શંખેશરીયા રહે પંચાસર રોડ મોરબી, સાહિલ ઉર્ફે સવો સંધી રહે કાલિકા પ્લોટ મોરબી, લક્કી રાઠોડ રહે હાલ શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી અને નંબર પ્લેટ વગરના અશોક લેલન બડા દોસ્તના ચાલક એમ છ આરોપીના નામ ખુલતા એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા યોજાયો ભવ્ય આર્ટ શો
June 10, 2025 02:28 PM‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ અભિયાનના બીજા ફેઝનો થયો શુભારંભ
June 10, 2025 02:27 PMયુવકની માતાને આપઘાતની ફરજ પાડવાના ગુનાના પાંચ આરોપીની જામીન અરજી રદ
June 10, 2025 02:26 PMકુછડી સીમશાળા-૧ ના શિક્ષિકાનું જયપુર ખાતે થયું અભિવાદન
June 10, 2025 02:25 PM૬.૫૦ કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરીનો થયો શુભારંભ
June 10, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech