પોરબંદર જીલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા આઠ વાહનચાલકોની ધરપકડ કરવામાં આવી છે અને દાના ધંધાર્થીઓ અને છરી લઇ નીકળેલા શખ્શ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
વાહનચાલકો સામે કાર્યવાહી
છાંયા-નવાપરાના નાગાજણ જખરા કડછા,રાણાવાવના સ્ટેશન પ્લોટમાં રહેતા અજય ઉર્ફે પરેશ હેમંત બાટવીયા,પસવારીના અનિલ અરજન સોંદરવા,સુભાષનગરના ધનજી હરજી ચામડીયા અને વીંઝરાણાના વાડી વિસ્તારમાં રહેતા સંજય લગધીર મોઢવાડિયાને નશાની હાલતમાં બાઈક ચલાવતા પકડી લેવાયા છે.ઉપલેટાના ગઢાણા ગામના સુનિલ ઉર્ફે ગુગો મેપા મકવાણાને નશાની હાલતમાં કાર ચલાવતા કુતિયાણા જાહેર પીર વિસ્તારમાંથી પકડી લીધો હતો,ખીજદળના રવિ નારણ બારડને ધરમપુરના પાટિયા પાસેથી ફુલસ્પીડે આડુંઅવળું બાઈક ચલાવતા પકડી લેવાયો છે.
છરી સાથે ઝડપાયો
માંગરોળના રાઠોડ ફળિયામાં રહેતા સાદિક હનીફ રાઠોડને ૫૦ પિયાની છરી સાથે ચૌટા ચેકપોસ્ટ પરથી પકડી લેવાયો છે.
દારૂના દરોડા
પોરબંદરના નરસંગટેકરી રેલ્વે બ્રીજના ખાડીકાંઠે રહેતી અને અગાઉ અનેક વખત દા સાથે પકડાઈ ચુકેલી રીના ઉર્ફે ડી રામા ઓડેદરાના ઘરેથી ૨૮૦૦ પિયાનો દા મળી આવતા સવારે પોલીસ મથકે હાજર થવા જણાવાયું હતું,રાણાવડવાળાના આંબેડકરનગરમાં રહેતા ગોવિંદ મુંજા ચાનપાને ૬૦૦ પિયાના દા સાથે રાણાવાવના ગોપાલપરામાંથી અને વિસાવાડાના નિલેષ માંડણ કેશવાલાને ૬૦૦ પિયાના દા સાથે ભાવપરા નજીક પાંચ ડેરાવાળા રસ્તેથી પકડી લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech