ઓફીસે મંદિરના પ્રશ્ર્ન બાબતે રજુઆત કરવા માટે જતા મામલો બિચકયો
કાલાવડમાં રહેતા સેવાપુજા કરતા વૃઘ્ધને મંદિર સબંધની રજુઆતના મામલે જેમ તેમ બોલીને ઓફીસમાથી નીકળી જાવ આવતા નહી તેમ બોલીને ધમકી દીધાની કાલાવડમાં રહેતા એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
કાલાવડમાં બ્રહ્મસમાજની વાડી પાસે રહેતા સેવાપુજા કરતા ગોપેશભાઇ ઉદયશંકરભાઇ જોશી (ઉ.વ.૬૨)એ ગઇકાલે ટાઉન પોલીસમાં કાલાવડમાં રહેતા રિતેશ પટેલની સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદની વિગત મુજબ ગઇકાલે સાંજના સુમારે ફરીયાદી કાલાવડમાં સાગર કોમ્પ્લેક્ષ ખાતે આવેલ હિન્દ ન્યુઝની ઓફીસમાં શીતલા માતાના મંદિરમાં ચાલતા પ્રશ્ર્ન બાબતે સમાચારમાં આપવા બાબતે મૌખીક ચર્ચા કરવા માટે ગયા હતા.
ત્યારે રિતેશે ફરીયાદીને તમો મંદિરનું બધુ ખાઇ ગયા છો તેમ કહી જેમ તેમ બોલી મારી ઓફીસમાંથી બહાર નીકળ તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા ઉપરાંત લાકડીથી વાંસાના ભાગે મુંઢમાર મારી હવે પછી મારી ઓફીસમાં આવતો નહી નહીતર જીવતો રહેવા દઇશ નહી તેમ કહીને જાહેરનામાનો અને હથીયારબંધીનો ભંગ કર્યો હતો. આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.