વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક પોતાના 'બાળકોની ફૌજ' બનાવવા માંગે છે. એક રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્ક તેમના બાળકો માટે સંભવિત માતાઓ સાથે સંપર્ક કરવા માટે તેમના પ્લેટફોર્મ એક્સનો ઉપયોગ કરી રહ્યા છે અને બાળક પેદા કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરોગેટ માતાઓનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ પણ મૂકી રહ્યા છે. અહેવાલ મુજબ, જાપાની ક્રિપ્ટો ઇનફ્લુઅન્સર ટિફની ફોગને પણ આવી જ ઓફર મળી હતી પરંતુ જ્યારે ફોગે મસ્કના મેસેજ સાર્વજનિક કર્યા ત્યારે મસ્કે માત્ર તેને અનફોલો કરી એટલું જ નહીં પરંતુ તેના ફોલોઅર્સ પણ ઘટી ગયા.
ટેસ્લાના બોસ ઈલોન મસ્કે, તેમના ભાવિ બાળકોની માતાઓને પૈસાની ઓફર કરીને અને ગુપ્તતા કરારો પર હસ્તાક્ષર કરાવીને તેમની વ્યવસ્થા કરી હોવાના અહેવાલ છે.એ વાતની પુષ્ટિ થઈ છે કે મસ્ક ચાર મહિલાઓ - સેન્ટ ક્લેયર, ગાયિકા ગ્રાઈમ્સ, ન્યુરાલિંકના સીઈઓ શિવોન જીલિસ અને ભૂતપૂર્વ પત્ની જસ્ટિન મસ્ક - થી ઓછામાં ઓછા 14 બાળકોના પિતા બન્યા છે. મસ્કના નજીકના સૂત્રો માને છે કે બાળકોની વાસ્તવિક સંખ્યા વધુ હોય શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જાપાની અધિકારીઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યા બાદ મસ્કે એક હાઇ-પ્રોફાઇલ જાપાની મહિલાને પોતાના સ્પર્મ પણ પૂરા પાડ્યા હતા.
શિવોન જીલિસ અને મસ્કને ચાર બાળકો છે. કહેવાય છે કે તેણી બધી માતાઓમાં ‘વિશેષ દરજ્જો’ ભોગવે છે. જીલિસએ મસ્ક સાથે અનેક ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતો અને વિશ્વના નેતાઓ અને ટેક એલિટ્સના લોકો સાથે ડિનરમાં સામેલ થયા હતા.
અહેવાલ મુજબ, 26 વર્ષીય રૂઢિચુસ્ત પ્રભાવશાળી એશ્લે સેન્ટ ક્લેયર, જેણે સપ્ટેમ્બર 2024 માં મસ્કના 13મા બાળકને જન્મ આપ્યો. ક્લેયરને જયારે પ્રસૂતિ પીડા થઈ તે સમયે મસ્કના નજીકના સાથી જેરેડ બિરચેલ દ્વારા ક્લેયરને બાળકના જન્મ પ્રમાણપત્રમાંથી મસ્કનું નામ દૂર કરવા અને બાળકોના પિતા મસ્ક છે એ વાત જાહેર ન કરવા કહેવામાં આવ્યું હતું. બદલામાં તેને અગાઉ 15 મિલિયન ડોલર અને 100,000 ડોલર પ્રતિ માસ સહાયની ઓફર કરવામાં આવી હતી.
જો કે તે શરત સાથે સંમત ન થઈ પરંતુ તેમ છતાં તેણે સત્તાવાર દસ્તાવેજોમાંથી મસ્કનું નામ દૂર કર્યું. ફેબ્રુઆરીમાં તેમના સંબંધો જાહેર કર્યા પછી મસ્કે તેની સહાય ઘટાડીને મહિને 40,000 ડોલર કરી અને પછી 20,000 ડોલર કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech