પોરબંદરમાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખનાર વધુ એક બોટમાલિક સામે એફ.આઇ.આર. થઇ છે.
બોટમાલિક સામે ગુન્હો
પોરબંદરના ચોપાટી નજીક કંકાઇ માતાજીના મંદિર વિસ્તારમાં રહેતા મનસુખ હરિલાલ ભરાડાએ તેમની ‘શ્રી ગાયત્રી’ નામની ફિશીંગ બોટમાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખ્યા હતા જેની નોંધ હાર્બર મરીન પોલીસ મથકમાં નહી કરતા પોલીસે પરપ્રાંતીય મજૂરોની નોંધણી અંગેના જાહેરનામાના ભંગનો ગુન્હા ેનોંધીને મનસુખ ભારાડાની ધરપકડ કરી છે.
વાહનચાલકો સામે પગલા
મીલપરા શેરી નં. ૨ના ખાડીકાંઠે રહેતા દેવા પોલા ઓડેદરા, ઓડદરના વણકરવાસમાં રહેતા રવિ હરદાસ ચાંચીયા, બોખીરાની આવાસ યોજનામાં રહેતા મહમ્મદ શાહનવાઝ કાદરીએ ટ્રાફિકને અડચણપ રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ છે. રાણાવાડોત્રાના રામાપીરના મંદિર પાસે રહેતા સંજય ગિરધર વાઘેલાને નશાની હાલતમાં બાઇક ચલાવતા રાણાવાવમાં હનુમાન મંદિર પાસેના સર્વિસ રોડ પરથી પકડી લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech