શહેરના લક્ષ્મીવાડી શેરી નંબર 7/16 ના ખૂણે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ 32) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના સગા કાકાના દીકરા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા તથા તેની સાથેના એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ટ્રાવેલ્સ બુકિંગનું કામકાજ કરે છે. ગઈકાલ રાત્રિના તે ઘરે હતો ત્યારે અઢી વાગ્યા આસપાસ ઘરનો દરવાજો ખખડાવતા અને અહીં પાલતુ શ્વાન ભસવા લાગતા તેની ઊંઘ ઊડી ગઈ હતી અને બહાર નીકળી જોતા જયદીપસિંહ ઝાલા તથા તેની સાથે અજાણ્યો શકશ અહીં આવ્યા હતા. જેમાં જયદીપસિંહની હાથમાં તલવાર હતી અને તે ગાળો આપવા લાગ્યો હતો અને કહેતો હતો કે મારા હથિયાર કેમ પકડાવ્યા? જેથી યુવાને જયદીપને કહ્યું હતું કે તું મારા પપ્પાને પૂછી આવ. તેમ કહેતા જયદીપ તથા આ અજાણ્યા શખસે તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. શ્વાન ભસવા લાગતા આ બંને શખસો અહીંથી જતા રહ્યા હતા. બાદમાં યુવાને આ અંગે પોલીસને જાણ કરી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, જયદીપ સામે 15 દિવસ પહેલા ડીસીબી પોલીસ સ્ટેશનમાં હથિયારનો ગુનો નોંધાયો હતો. જે હથિયારો યુવાને પકડાવ્યા હોવાની શંકા રાખી અહીં તેના ઘરે તલવાર સાથે ધસી આવી ગળાગાળી કરી ઝઘડો કર્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ રાજપરા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech