બનાવની જાણવા મળતી વિગતો મુજબ, લક્ષ્મીનગરમાં મદીના મસ્જિદની સામે રહેતા તોફિસ જાહીદભાઇ ઓડિયા(ઉ.વ ૩૨) નામના યુવાને માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના કૌટુંબિક સગા સમીર ઇકબાલ ઠાસરીયા, તેનો ભાઇ વસીમ અને તેના પિતા ઇકબાલના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ભકિતનગર સ્ટેશન રોડ પર આવેલી સુઝૂકી કંપનીમાં એડવાઈઝર તરીકે નોકરી કરે છે.ગઇકાલે રાત્રે તે ઘર પાસે તેના ભત્રીજા અમન સાથે વાતચીત કરતો હતો ત્યારે સમીર અહીં આવ્યો હતો અને ગાળો આપી તેની પાાસે રહેલી છરી યુવાનને કાંડાના ભાગે ઝીંકી દીધી હતી.બાદમાં તેનો ભાઇ વસીમ અને તેના પિતા ઇકબાલ અહીં આવ્યા હતા અને તેણે યુવાનને ઢીકાપાટુનો મારામાર્યો હતો.હુમલમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તેને હાથમાં ૧૪ ટાંકા આવ્યા હતાં.બાદમાં તેણે આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યુ હતું કે, આજથી ૧૨ વર્ષ પૂર્વે શેરીમાં ચાલવા બાબતે તેમે વસીમ સાથે ઝઘડો થયો હોય બાદમાં આ બાબતે આ પિતા-પુત્ર અવારનવાર બોલાચાલી કરતા હતાં.દરમિયાન ગઇકાલે આ હુમલો કરી દીધો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી માલવયીનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech