આઈપીએલના ઇતિહાસમાં 18 વર્ષ પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલનો ખિતાબ જીત્યો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આઈપીએલની ફાઇનલમાં પહોંચ્યું, ત્યારે આરસીબી ચાહકોએ ટીમની જીત માટે વિચિત્ર કામનાઓ કરી હતી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
કેટલાક ચાહકે આરસીબીની જીત માટે આખી જિંદગી લગ્ન ન કરવાની વાત કરી હતી, તો કોઈ પોતાના પતિ-પત્નીને છૂટાછેડા આપવાની વાત કરી હતી. એક ચાહક તો એવો હતો કે જેને આરસીબીની જીત પછી કોહલીનું મંદિર બનાવવાની વાત કરી હતી. તો હવે કદાચ જે લોકોએ લગ્ન ન કરવાની વાત કરી હતી, એ લગ્ન કરશે, પેલા પતિને હાશકારો થશે કે હવે તેની પત્ની તેને છૂટાછેડા નહીં આપે. કદાચ હવે વિરાટ કોહલીનું મંદિર પણ બની જશે. તો ચાલો આના પર એક નજર કરીએ.
જો આરસીબી નહીં જીતે, તો હું મારા પતિને છૂટાછેડા આપીશ
આરસીબીની એક મહિલા ચાહક તેના પોસ્ટરને કારણે સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ હતી. આ મહિલાના હાથમાં જે પોસ્ટર હતું તેમાં લખ્યું હતું કે, 'જો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આઈપીએલ ફાઇનલ નહીં જીતે, તો હું મારા પતિને છૂટાછેડા આપીશ.' આઈપીએલ ક્વોલિફાયર-1 મેચ દરમિયાન આ પોસ્ટર કેમેરામાં કેદ થતાં જ, મહિલાના પોસ્ટરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
જો આરસીબી જીતશે, તો હું મંદિર બનાવીશ
દરેક આરસીબી ચાહક રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત માટે ઘણી કામનાઓ કરી હતી. એમાંથી એક ચાહકે કહ્યું હતું કે જો આરસીબી જીતે છે, તો તે વિજય માલ્યાનું દેવું ચૂકવી દેશે. એટલું જ નહીં, તે કન્નડ ભાષા શીખશે અને સાઉથ ઇન્ડિયન ફૂડ ખાશે. ઉપરાંત, તે વિરાટ કોહલીનું મંદિર પણ બનાવશે. આ ચાહક બીજું કોઈ નહીં પણ ટીવી સ્ટાર નકુલ મહેતા છે જે અન્ય ચાહકોની જેમ આરસીબીને જીતતું જોવા માંગે છે. નકુલ મહેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો કર્યો હતો, જેમાં તેણે કહ્યું તું કે જો આરસીબી જીતશે તો તે વિજય માલ્યાનું દેવું ચૂકવી દેશે. આ સાથે, તે કન્નડ ભાષા પણ શીખશે અને દરરોજ સાઉથ ઇન્ડિયન ફૂડ ખાશે. આ ઉપરાંત, તે વિરાટ કોહલી માટે એક ખાસ મંદિર પણ બનાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech