ભારતના નાણા મંત્રાલય દ્રારા આયોજિત અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા બેન્ક ઓફ બરોડાના સંયુકત ઉપક્રમે દેશ–વિદેશમાં રાજકોટની જાણીતી પ્રોડકટ સબમર્સિબલ પપં તેમજ ફાઉન્ડ્રી કલ્સ્ટરને પ્રાધાન્ય આપવા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સાથે વિડીયો કોન્ફરન્સ દ્રારા વાર્તાલાપ કરાશે.
રાજય તથા કેન્દ્ર સરકાર દ્રારા ઉધોગોને પ્રોત્સાહિત ક૨વા માટે વારંવાર અવરનેસ કાર્યક્રમો યોજાતા હોય છે. હાલ દેશના નાણામંત્રી નિર્મલા સિતારામનએ સમગ્ર દેશમાંથી માત્ર ચાર શહેરમાં વિડીયો કોન્ફ૨ન્સ દ્રા૨ા વાર્તાલાપનું આયોજન ક૨ેલ છે. આ ચાર સેન્ટ૨માં રાજકોટનો સમાવેશ કરાયો છે.
ઉપરોકત વેબિના૨માં ઉધોગકારોને મુંઝવતા પ્રશ્નોની સીધી ૨જૂઆત નાણામંત્રી નિર્મલા સિતારામન સાથે થઇ શકે અને ઉધોગોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ વ્હેલી તકે આવી શકે તેમજ ખાસ કરીને આ વેબિના૨માં રાજકોટના જગ વિખ્યાત સબમર્શિબલ પપં બીજા દરેક પ્રકારના પપં તથા ફાઉન્ડ્રી કલ્સ્ટરને પ્રોત્સાહન આપવા રજુઆત કરાશે.
તા.૯–૧૧–૨૦૨૪ સમય બપોરે ત્રણથી પાંચ કલાક દરમિયાન હોટલ સયાજી, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આ વિડીયો કોન્ફરન્સ યોજાશે. આ વિડીયો કોન્ફ૨ન્સમાં ઉપરોકત બન્ને ઇન્ડસ્ટ્રીના ઉધોગોકારોને મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહી તમામ પ્રશ્નોની ૨જુઆત કરવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅખંડ સૌભાગ્યવતી: જામનગરમાં વડસાવીત્રીની આસ્થાપૂર્વક ઉજવણી
June 10, 2025 05:12 PMજી.જી. હોસ્પીટલમાં ફરી માથાકુટ : યુવતિ સહિત બે સામે ફરીયાદ
June 10, 2025 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech