ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે સોમવારે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. રાજકોટમાં તાપમાનનો પારો 44.2 ડિગ્રીએ પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ ઉપરાંત, અમદાવાદ સહિત 10 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
સામાન્ય કરતાં વધુ તાપમાન
હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના તમામ સેન્ટરો પર સામાન્ય કરતાં 1થી 5 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં સામાન્ય કરતાં 5.2 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું, જેના કારણે હીટવેવની અસર સ્પષ્ટપણે જોવા મળી હતી.
સુરેન્દ્રનગર: 44.0 ડિગ્રી
અમદાવાદ: 42.9 ડિગ્રી
અમરેલી: 43.8 ડિગ્રી
વડોદરા: 41.6 ડિગ્રી
ભાવનગર: 40.7 ડિગ્રી
ભુજ: 42.9 ડિગ્રી
ડીસા: 43.2 ડિગ્રી
દીવ : 33.8 ડિગ્રી
દ્વારકા: 31.7 ડિગ્રી
ગાંધીનગર: 42.09 ડિગ્રી
કંડલા: 38.5 ડિગ્રી
નલિયા: 38.2 ડિગ્રી
ઓખા: 33.0 ડિગ્રી
પોરબંદર: 38.0 ડિગ્રી
રાજકોટ: 44.2 ડિગ્રી
સુરત: 40.4 ડિગ્રી
વેરાવળ: 36.0 ડિગ્રી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech