જી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ

  • June 09, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં બંધ ફેકટરીના પટાંગણમાં કોઇ કારણોસર આગ લાગતા વિકરાળ સ્વ‚પ ધારણ કરી લીધુ હતુ. ફાયરજવાનોએ મહામહેનતે તેના પર કાબુ મેળવ્યો હતો. 
બનાવની વિગત એવી છે કે રવિવારે સાંજે પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રીયલ ઇન્ડસ્ટ્રી નામની બંધ ફેકટરીના પટાંગણમાં સ્ક્રેપનો માલસામાન પડયો હતો તેમાં અચાનક કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે બીહામણુ સ્વ‚પ ધારણ કરી લીધુ હતુ. ધુમાડાના ગોટેગોટા ચારેબાજુ ફેલાય ગયા હતા અને આગના લબકારા દૂર દૂર સુધી દેખાતા હતા આથી લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પોરબંદર નગરપાલિકાનું ફાયરફાયટર લઇને જવાનો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને પાણીનો એકધારો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. ફેકટરી બંધ હોવાથી કોઇને ઇજા કે જાનહાની થયા નથી. પરંતુ નુકશાન ખુબજ મોટુ થયુ હોવાનું જાણવા મળ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application