જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહીને માછીમારીનો વ્યવસાય કરતા એક વાઘેર માછીમાર યુવાનની જોડિયા પંથકના દરિયામાં લાંગરેલી રૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની બે માછીમારી બોટ ચોરી થઈ ગયાની ફરિયાદ બેડી મરીન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જેને પોલીસ શોધી રહી છે.
જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને માછીમારી નો વ્યવસાય કરતા સલીમ મુસાભાઇ ચાવડા (ઉ.વ.૩૯) કે જેણે માછીમારી કરવા માટેની બે બોટો ૧, પિરાણી જેની એકલાખ ની કીમત છે, તેમજ ૨, કિસ્મત કે જેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા છે, જે જોડિયા તાલુકાના બાલંભા ગામ પાસેના દરિયામાં લાંગરેલી હતી, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી સમગ્ર મામલો બેડી મરિન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
જેણે પોતાની બંને બોટો ની ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ ના અનુસંધાને બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એસ.પોપટ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે, અને તપાસ નો દોર જોડીયા પંથકના દરિયા સુધી લંબાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech