સૌરાષ્ટ્રભરમાં સુપ્રસિદ્ધ એવા રાજકોટના રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતા જન્માષ્ટમીના લોકમેળા મામલે વિવાદ થતા એક તબક્કે સ્ટોલ તેમજ રાઈડ્સના ધંધાર્થીઓએ એક પણ ધંધાર્થી ફોર્મ નહીં ઉપાડે તેવું જાહેર કરીને તંત્રનું નાક દબાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ આજે સવારથી ધંધાર્થીઓમાં ભાગલા પડી જતા વિવિધ કેટેગરીના સ્ટોલ્સ તેમજ રાઇડ્સ માટે ચપોચપ ફોર્મ ઉપડવા લાગ્યા હોવાનું જાણવા મળે છે.
ધંધાર્થીઓ તરફથી સતત પૂછપરછ ચાલુ
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરની સ્થિતિએ સ્ટોલ્સ તેમજ રાઇડ્સ માટે ૩૦થી વધુ અરજી ફોર્મ ઉપડ્યા છે અને સાંજ સુધીમાં હજુ વધુ ફોર્મ ઉપડે તેવી શક્યતા જણાઈ રહી છે. ધંધાર્થીઓ તરફથી સતત પૂછપરછ ચાલુ છે.
આ વર્ષે લોકમેળો રેસકોર્સમાં જ યોજાશે તેવું મનાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના લોકમેળાના સ્થળને લઈને આ વર્ષે છેલ્લા એકાદ મહીનાથી વિવાદ ચાલી રહ્યો છે, શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા ટાળવા લોકમેળાનું સ્થળ રેસકોર્સના બદલે અટલ સરોવર પાસેના ન્યુ રેસકોર્સ ખાતે ખસેડવા ધારાસભ્ય સહિતના દ્વારા કલેકટર સમક્ષ માંગણી કરવામાં આવી હતી. જો કે ન્યુ રેસકોર્સની જમીન ઉબડ ખાબડ હોય તે સમથળ કરવામાં ખાસ્સો સમય લાગે તેમ હોય તેમજ જમીન લેવલિંગ કરવા માટે કલેકટર તંત્ર દ્વારા સરકાર પાસે ૧૮ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે તે આવવામાં પણ સમય લાગી જાય તેમ હોય આ વર્ષે લોકમેળો રેસકોર્સમાં જ યોજાશે તેમ મનાય રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર શહેર-જિલ્લામાં ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે યોજાશે શાળા પ્રવેશોત્સવ
June 11, 2025 02:17 PMબાંગ્લાદેશમાં બકરી ઇદ પર લોકો 91 લાખ પ્રાણી ઓહિયા કરી ગયા
June 11, 2025 01:05 PMજામનગરનો વધુ એક યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો
June 11, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech