લોકલ ક્રાઈમ ભાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, ભરૂચ સીટી સી ડીવીઝન પો.સ્ટે. તથા સુરત શહેર, સાયબર કાઈમ પો.સ્ટે.માં દાખલ થયેલ ખોટા દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરવાના ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપી દશરથ રામજીભાઈ પાંધલીયા (રહે.રૂમ નંબર-૪૦૧, સ્વપ્ન સાકાર રેસીડેન્સી, નર્મદા બીલ્ડીંગ, આખલોલ જકાતનાકા, ભાવનગર) તેના બીલ્ડીંગ નીચે આછા ખાખી કલરનુ ટી-શર્ટ તથા ક્રીમ કલરનું લોઅર પહેરી ઉભેલ છે. જે બાતમી આધારે એલ.સી.બી સ્ટાફના માણસો તપાસ કરતા નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેની ઉડાણ પૂર્વક પુછપરછ કરતા ઉપરોકત બંને ગુન્હાઓમાં પકડવાના બાકી હોવાનું જણાવ્યુ હતુ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો. આ અંગે ભરૂચ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સુરત શહેર,સાયબર કાઈમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech