જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકા પોલીસ મથકની હદમાંથી ગત તા. 10-05-2025ની રાત્રે ગેરેજમાં રીપેરીંગ અર્થે આવેલ ડમ્પર નંબર જીજે-૧૩-એટી-૧૩૭૫ માંથી બે બેટરી અને આઇસર ટ્રક જીજે-૧૪-એક્સ-૮૯૯૩ માંથી એક બેટરી, આઇશર ટ્રક નંબર જીજે-૦૩-ડબ્લ્યુ-૮૪૬૬ માંથી એક બેટરી મળી કુલ રૂ.36 હજારની કિંમતની ચાર બેટરીની ચોરી થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઈ એલ.આર. ગોહિલની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસમાં લાગી હતી. દરમિયાન એએસઆઈ જયેશભાઇ બાંટવા, હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પઢીયાર અને જગદીશભાઈ સુવાણ, કોન્સ્ટેબલ ઇશિતભાઈ માણાવદરીયાને મળેલી બાતમીના આધારે આ બેટરી ચોરીમાં સબીરશા ઉર્ફે બબલુ મહમદશા સર્વદી (રહે.જુના ઉપલેટા રોડ, રસુલપરા, ધોરાજી), શકીલ મકસુદ સોઢા(રહે. મરઘા કેન્દ્ર પાસે, ધોરાજી) અને અમીન ઉર્ફે નાનીઓ સલીમ રાવકુડા(રહે. જુના ઉપલેટા રોડ, ધોરાજી) ને ઝડપી લઇ અલગ અલગ ચાર બેટરી અને રીક્ષા મળી કુલ રૂ. 66 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech