સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિદ્યાર્થીનીઓ પાસેથી કોઈ પ્રકારની ટ્યુશન ફી લેવામાં આવતી નથી. પરંતુ સરકારે થોડા સમય પહેલા કરેલા પરિપત્ર મુજબ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં વિદ્યાર્થીનીઓ પાસેથી પણ લાઇબ્રેરી ફી, લેબોરેટરી ફી જેવા પ્રકારની ફી વસૂલી શકાય છે. પરંતુ આવી ફી ટ્યુશન ફી કરતાં વધુ ન હોવી જોઈએ.
સરકારે કરેલા આ ફેરફારને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ અંગે એક પરિપત્ર બહાર પાડીને સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજોને આ પ્રકારની સરકારે જે છૂટ આપી છે તે મુજબની ફી વિદ્યાર્થીનીઓ પાસેથી પણ વસુલવા જણાવ્યું છે. આ પ્રકારની ફી ટ્યુશન ફી કરતા વધુ ન થઈ જાય તે જોવા માટે પણ તાકીદ કરી છે.
અત્યારસુધી મોટાભાગની કોલેજો એડમિશનમાં મેરીટ લીસ્ટ બનાવતી
અત્યારસુધી મોટાભાગની કોલેજો પોતાને અનુકૂળ લાગે તે મુજબ એડમિશનમાં મેરીટ લીસ્ટ બનાવતા હતા. પરંતુ નવી શિક્ષણ નીતિ અને સરકારી યુનિવર્સિટીઓ માટેના અલગ સ્ટેચ્યુટ તથા ઓર્ડિનન્સ પસાર કર્યા પછી હવે કોલેજોની આવી મનમાની નહીં ચાલે, મેરીટ લીસ્ટ એડમિશન માટે કેવી રીતે તૈયાર કરવું તેની સૂચના સરકારે તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને મોકલી આપી છે, આગામી દિવસોમાં જ્યારે ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (જીકાસ) દ્વારા પ્રવેશ આપવામાં આવશે ત્યારે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા પ્રિપેરેશન ઓફ મેરીટ લીસ્ટ બાબતે જાણકારી આપવાની રહેશે તેમ પણ યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજોને જણાવાયું છે.
જીકાસ દ્વારા આ સંદર્ભે એક ગાઈડ લાઈન પણ પ્રસિદ્ધ કરવામાં આવી
જીકાસ દ્વારા આ સંદર્ભે એક ગાઈડ લાઈન પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે અને તેમાં જ્યારે કોઈ વિદ્યાર્થીને સમાન મેરીટ હોય ત્યારે કવોલિફાઇગ એક્ઝામમાં થિયરીમાં મેળવેલા માર્કની ગણતરી કરવા અથવા તો પ્રેક્ટીકલ માર્ક જો હોય તો તેની ગણતરી કરવા અથવા તો એસએસસી કે તેને સમકક્ષ પરીક્ષાના એગ્રીગેટ માર્કની ગણતરી કરવા અથવા ડેટ ઓફ બર્થ ધ્યાનમાં લઈને વધુ ઉંમર હોય તેવા વિદ્યાર્થીને અગ્રતા આપવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્યુંકી...ના તુલસી અને મિહિર કરશે શાનદાર કમબેક
June 09, 2025 12:17 PMદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech