ગુજરાત એટીએસએ નડિયાદમાંથી સાયબર આતંકવાદની પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓમાં 18 વર્ષીય જસીમ શાહનવાઝ અંસારી અને એક સગીરનો સમાવેશ થાય છે. બંને આરોપીઓએ ઓપરેશન સિંદૂર દરમિયાન ટેલીગ્રામ ગ્રુપ બનાવ્યું હતું. તેમણે સાયબર એટેક દ્વારા ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારની 50થી વધુ વેબસાઈટો પર હુમલો કર્યો હતો. આરોપીઓએ વેબસાઈટો ડાઉન કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે આગામી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન મહત્વની માહિતી બહાર આવે તેવી શક્યતા છે.
સગીર સહિત 2ને ઉઠાવી કડક પુછપરછ હાથ ધરી
પ્રાપ્ત માહિતી મુજબ ઓપરેશન સિંદૂર સમયે નડિયાદમાં મીલ રોડ પર કલ્યાણ કુંજની સામે રહેતા 18 વર્ષીય જસીમ શાહનવાઝ અંસારી અને એક કિશોરે ટેલીગ્રામ ગૃપ બનાવી ભારત દેશની અલગ અલગ વેબસાઇટોને સાયબર એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. આ સાથે તેનો સ્ક્રીનશોટ લઇ તેમાં નીચે દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો એક ટેલીગ્રામ ગૃપમાં મૂક્યા હતા. ગુજરાત એટીએસની ટીમે સાયબરની આ ગેરપ્રવૃત્તિ કરનારા સગીર સહિત 2ને ઉઠાવી કડક પુછપરછ હાથ ધરી હતી.
જસીમ અંસારી ઓનલાઈન પ્લેટફોર્મથી હેકિંગ કરવાનું શીખ્યો
જસીમ અંસારી ઓનલાઈન પ્લેટફોર્મથી હેકિંગ કરવાનું શીખ્યો હતો. તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વેબ સાઈટને નિશાન બનાવતો હતો. તેણે ટેલિગ્રામ પર ગ્રુપ બનાવ્યું હતું.
એપ્રિલ-મેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પચાસ જેટલી વેબસાઈટને ટાર્ગેટ બનાવી હતી. જે વેબસાઈટને તેઓ હેક કરતા તેને ચેક પણ કરતા હતા. જે બાદ સાઈટ ડાઉન થઈ ગઈ છે તેના પુરાવા પણ તેમના ગ્રુપમાં મુકતા હતા. ડીફેન્સ, ફાયનાન્સ, એવિએશન, અર્બન ડેવલપમેન્ટ તેમજ રાજ્ય સરકારની વિવિધ વેબસાઈટોને નિશાન બનાવી હતી. સરકારી સાઈટને હેક કર્યા બાદ તે ગ્રુપમાં તેના પુરાવા મૂકતો અને ભારત વિરોધી લખાણ લખતો હતો.
તપાસમાં છેલ્લા છ-આઠ મહિનાથી આ પ્રવૃત્તિ કરતા હોવાની પણ વિગતો મળી
આ બાબત આરોપીઓ જાતે ઓનલાઈન શીખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આમાં તેમને અન્ય કોઈ રીતે સહાય મળી હોય તો તે બાબતે તપાસ કરાઈ રહી છે. હાલના તબક્કે દેશ વિરોધી માનસિકતાને લઈ આ પ્રકારના કૃત્યો કરતા હોવાનું સામે આવી રહ્યું છે. તપાસમાં છેલ્લા છ-આઠ મહિનાથી આ પ્રવૃત્તિ કરતા હોવાની પણ વિગતો મળી છે. આઈટી એક્ટ અને સાયબર ટેરરિઝમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આરોપી જસીમ અંસારી નડિયાદના મજુર ગામ વિસ્તારનો રહેવાસી છે. તેના પિતા નડિયાદમાં ગેરેજ ચલાવે છે. હાલ તે અભ્યાસ કરી રહ્યો છે. એટીએસની પ્રાથમિક તપાસમાં દેશ વિરોધી માનસિકતા ધરાવતો હોઈ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મથી હેકિંગ કરવાનું શીખી આ પ્રવૃતિ કરતો હોવાની વિગતો સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech