ગુજરાતના અગ્રણી દૈનિક અખબાર ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી છેલ્લા ૪૮ કલાકમાં ગુજરાત સમાચાર અને જીએસટીવી ન્યૂઝની ઓફિસો પર ઇન્કમટેક્સ અને ED દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ કરવામાં આવી છે.
વર્ષ 1932 સ્થપાયેલું અને છેલ્લા 92 વર્ષથી ગુજરાતી પત્રકારત્વમાં પોતાનું આગવું સ્થાન જાળવી રાખનાર ગુજરાત સમાચારનું મુખ્ય મથક અમદાવાદમાં છે. હાલમાં આ અખબારનું સંચાલન શ્રેયાંસભાઈ શાહ અને બાહુબલી શાહની માલિકી હેઠળ થાય છે.
અમદાવાદ ઉપરાંત આ અખબાર સુરતમાં પણ પોતાની શાખા ધરાવે છે અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મુંબઈ, મહેસાણા, ભૂજ અને વિદેશમાં ન્યૂ યોર્ક સુધી તેનું વિતરણ નેટવર્ક ફેલાયેલું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ દરોડા અને ત્યારબાદની ધરપકડ પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગ સંબંધિત તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાની શક્યતા છે.
આ ઘટનાએ ગુજરાતના સમગ્ર મીડિયા જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે ગુજરાત સમાચાર રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત અને લાંબા સમયથી ચાલતા અખબારોમાંનું એક ગણાય છે, જેની વિશ્વસનીયતા લાખો વાચકોમાં ઊંડી છે. EDની આ કાર્યવાહીથી અખબારના સંચાલન અને ભવિષ્ય અંગે અનેક તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે. હાલમાં સૌ કોઈ ED દ્વારા વધુ માહિતી જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech