જૂનાગઢના કુખ્યાત અને ગુજરાતના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સામે જુનાગઢ પોલીસે પહેલેથી જ ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. પરંતુ પિતા સાથે ટેલિગ્રામ ચેનલથી સંપર્કમાં રહી નાણાકીય વ્યવહાર સંભાળતા તેના પુત્ર પરમ સામે પણ એલસીબીએ ગુજસીટોકનો ગુનો દાખલ કરી આજે સી ડિવિઝન દ્રારા સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયો છે.
જૂનાગઢના મુખ્ય બુટલેગર ધીરેન ઉર્ફે ડીકે ઉર્ફે ડી કે શેઠ અમૃતલાલ કારીયા સામે પહેલેથી જ દાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ તેણે દાની હેરાફેરીમાં ખાસ ટોળકી પણ ઉભી કરી હોવાની પોલીસને બાદની મળી હતી અને તે ટોળકીના માધ્યમથી હરિયાણા રાજસ્થાન પંજાબ સહિતના રાયમાં વિદેશી દાની હેરફેર કરાવતો હતો પોલીસે અગાઉ ધીરેન કારીયા સહિત આઠ શખ્સો સામે સી ડિવિઝનમાં ગુજસીટોકનો ગુનો નોંધે કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર ચારની ધરપકડ કરી હતી. પોલીસે કરેલ પૂછપરછમાં જૂનાગઢના આર.કે આંગડિયા પેઢીના સંચાલક દ્રારા ધીરેન કારીયાના દાના ધંધાના નાણાકીય વ્યવહારો અંગે પોતાના મોબાઈલ ફોનમાં કેશબુક એપ્લિકેશનમાં વ્યવહારોની નોંધ કરવામાં આવેલ હોય જેમાં તા૧ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધીમાં ધીરેન કારિયાના આર્થિક નાણાકીય વ્યવહારોની લેતી દેતીનું કુલ ૯૨.૧૦ લાખનું ટ્રાન્જેકશન થયું હતું જે ધીરેન કારીયાના પુત્ર પરમ સંભાળતો હોય અને તે ટેલિગ્રામ ચેનલ થી પિતા સાથે સંપર્કમાં રહેતો હોય અને ગેંગને મદદગારી કરતો હોવાનું જણાઈ આવતા એલસીબી પીઆઇ પટેલ દ્રારા ડી.આઇ.જી નિલેશ ઝાંઝઙીયા , ડીએસપી જાડેજા તથા ડીવાયએસપી હિતેશ ધાંધલીયાની મંજૂરી બાદ પરમ કારીયા સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
એલસીબી દ્રારા પરમની ધરપકડ કરી તે દરમિયાન તેની પાસેથી ફોરચયુનર કાર મળી આવી હતી. તેના કાગળ તપાસતા કાર સફેદ રંગની રજીસ્ટ્રેશન નહોતી પરંતુ કાળા કલરની હોવાથી પૂછપરછ કરતા પરમે કારને કાળો કલર કરાવ્યા હોવાની કબુલાત કરતા આરટીઓની મંજૂરી લીધા વગર જ ગાડીમાં ફેરફાર કરાવવા બદલ એમવી એકટ ૨૦૭ અન્વયે ગુનો નોંધી ગાડીને ડીટેઇન કરવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech