ગોંડલ શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે પેલેસ રોડ પર આવેલ શ્રી સોરઠીયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીના બારીના કાચ તૂટી ગયા છે. જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.
રસ્તાઓ પર પાણી ભરાયા
ગોંડલમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ઉકળાટમાંથી રાહત મેળવી છે. વીજળીના પ્રચંડ કડાકાથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
કોટડા સાંગાણી, શાપર-વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ
ગોંડલ ઉપરાંત કોટડા સાંગાણી, શાપર-વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સતત 15 દિવસથી કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
બાગાયતી ઉપરાંત ઉનાળુ તલ, મગ સહિતના પાકને નુકસાન થશે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. બે દિવસ પહેલા પણ એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech