સમોસા ભારતના સૌથી લોકપ્રિય ખાદ્યવસ્તુમાનો એક છે. હોટલથી લઈને રસ્તા પરની લારી સુધી અનેક લોકો સમોસા ખાતા જોવા મળશે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સમોસાએ સમગ્ર પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી હોય? આ એવું થયું છે, કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશમાં આવી ઘટના બની છે. હાલના દિવસોમાં હિમાચલમાં સમોસાએ રાજકારણ ગરમાવી દીધું છે. સમોસાના કારણે પાંચ પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં તેની સામે કડક શિસ્તભંગના પગલાંની ભલામણ પણ કરવામાં આવી છે. રાજ્યની સીઆઈડી પુલીસ તેની તપાસ કરી રહી છે.
હકીકતમાં 21 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા સીઆઈડી હેડક્વાર્ટર ગયા હતા. ત્યારે અહીં મુખ્યમંત્રી માટે જે સમોસા લાવવામાં આવ્યા હતા. તે સમોસાને તેમના સ્ટાફમાં વહેંચી દેવામાં આવ્યા હતા. હવે સીઆઈડી એ તેની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે માત્ર એસઆઈને જ ખબર હતી કે આ સમોસાનું બોક્સ ખાસ સીએમ સુખુ માટે લાવવામાં આવ્યું હતું.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જ્યારે આ બોક્સને મહિલા ઇન્સ્પેકટરને સોંપવામાં આવ્યા હતા, ત્યારે તેણે કોઈ પણ સિનીયર અધિકારી સાથે આ અંગે કોઈ પુષ્ટિ કરી ન હતી. અને તેમને નાસ્તા અંગેની જવાબદારી સંભાળનાર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (એમટી) વિભાગમાં મોકલી દીધા હતા. તેમની આ ભૂલને કારણે બોક્સ બીજે કંઈ ખોવાઈ ગયું હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંકલનનો અભાવ આ ભૂલ માટે એક મહત્ત્વપૂર્ણ કારણ છે. તપાસ રીપોર્ટમાં જણાવાયું છે કે, લાવવવામાં આવેલા ત્રણ બોક્સમાં રાખવામાં આવેલી વસ્તુઓનેઆઈજીની ઓફિસમાં બેઠેલા 10થી 12 લોકોને ચા સાથે પીરસવામાં આવી હતી. પરંતુ કહેવાતા ત્રણ બોક્સ જે હોટલમાંથી લાવવામાં આવ્યા હતા. અને તેમાં રહેલ ખાદ્યવસ્તુ મુખ્યમંત્રી માટે રાખવામાં આવેલ હતી. તે વાતની જાણકારી માત્ર એસઆઈને જ હતી. તેમ છતાં તેણે ત્રણેય બોક્સને કોઈ પણ ઉચ્ચ અધિકારીને પૂછ્યા વગર એમટી વિભાગને સોંપી દીધા હતા. અને ત્યાં બોક્સ ખોલવામાં આવ્યા અને તેમાં રહેલી વસ્તુઓને બધા વચ્ચે વિતરણ કરી દેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech