આજકાલ ગરબા-2024માં છઠા નોરતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોંઘેરા મહેમાન બન્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી, એમ.ડી.ચંદ્રેશભાઇ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવાએ હર્ષભેર આવકાયર્િ હતા. હર્ષ સંઘવીએ આજકાલ ગરબાના સ્ટેજ પરથી રાસોત્સવને નિહાળ્યો હતો અને આજકાલના આયોજનને બેનમૂન ગણાવ્યું હતું. આજકાલના એમ.ડી.ચંદ્રેશભાઇ જેઠાણી અને મેનજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી સાથે મનનીય ચચર્િ કરી હતી. અને જણાવ્યું હતું કે, આજકાલ ગરબાનું છેલ્લા દોઢ દાયકાથી પારિવારિક માહોલમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજકાલ ગરબા રાજકોટના નંબર-1 હોવાનું બિરુદ ખેલૈયાઓએ આપ્યું છે. આજકાલ ગરબામાં ખેલૈયાઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સેલ્ફીઓ લીધી હતી અને સુરક્ષિત ગરબા રમી શકીએ છીએ એ માટે આભાર પણ વ્યક્ત પણ કર્યો હતો. હર્ષ સંઘવી આવતા જ ખેલૈયાઓ ભારત કે બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગાના ગીત ઉપર ગરબા રમીને અભિભૂત કયર્િ હતા. ગૃહમંત્રીની સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડિયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલબહેન જાદવ, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમવડીની સગીરાને ભગાડી દુષ્કર્મના આરોપીના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર
June 11, 2025 02:45 PMઓટીટીના ક્રેઝે કેબલ ઇન્ડસ્ટ્રીના 5.77 લાખ લોકોની નોકરીઓ છીનવી લીધી
June 11, 2025 02:44 PMચિત્રા વિસ્તારમાંથી વિદેશી દાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, અન્ય એક ફરાર
June 11, 2025 02:43 PMસિહોર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ
June 11, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech