મોરબીના જાંબડીયા ગામે સિરામીક ફેકટરીની લેબર કોલોનીમાં રહેતા પરપ્રાંતીય શ્રમીકે પ્રેમીકાને પામવા માટે બન્નેએ સાથે મળીને પત્નીની ગળેટુંપો દઈ હત્યા નીપજાવી હત્યાનો બનાવ છૂપાવવા માટે પ્રયાસ કર્યાની ઘટના પોલીસ તપાસમાં ખુલતા બન્નેની સામે મૃતક મહિલાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પત્નીની પ્રેમીકા સાથે મળી હત્યા કરનાર આરોપી રાહત્પલ રોડુલાલ નાયક તથા તેની પ્રેમીકા રેવાલી બન્નેની પોલીસે ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.
રાજસ્થાનના ઝાલાવાડમાં રહેતા અર્જુનસિંહ મોડાજી નાયક (ઉ.વ.૫૦) એ આરોપી રાહત્પલ રોડુલાલ નાયક તથા રેવાલી રાહત્પલ નાયક હાલ–રહે. ઓલ્વીન સીરામીક કારખાનામાં, જાંબુડીયા સીમ તા.જી.મોરબીવાળા વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીની દિકરી પાયલ ઉર્ફે રાનીના આરોપી પતિ રાહત્પલ રોડુલાલ નાયકને, આરોપી રેવાલી સાથે આડા સબધં હોવાથી આરોપી રાહત્પલ આરોપી રેવાલીને પોતાની બીજી પત્નિ તરીકે સાથે રાખતો હોય અને ફરીયાદીની દિકરી પાયલને આરોપીને તેની પત્નિ તરીકે રાખવી ન હોય જેથી બંને આરોપીઓએ સાથે મળી ફરીયાદીની દિકરી પાયલ ઉર્ફે રાની ઉંમર આશરે ૨૦ વર્ષ વાળીનુ ગળુ દબાવી, મોત નિપજાવી ખુન કરી પાયલ ઉર્ફે રાનીની લાશને દોરડાથી બાંધી તેની ઓરડીની પાછળ નિચેના ભાગે લાશ ઉતારી મુકી દઇ પુરાવાનો નાશ કરેલ હોય અને આરોપી પતિ રાહત્પલએ પત્નીનુ ખૂન કરી તે બાબતે ફરીયાદીને ખોટી માહીતી આપી પુરાવાનો નાશ કર્યેા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech