ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું છે. 2024માં ટી20 ફોર્મેટમાં ભારતની આ પ્રથમ હાર છે. મેચમાં ભારતની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.
ઝિમ્બાબ્વેએ પ્રથમ T20 મેચમાં ભારતને 13 રને હરાવ્યું છે. ભારતીય ટીમના 8 બેટ્સમેન રનના મામલામાં બે આંકડાને પણ સ્પર્શી શક્યા નથી. ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ. કરતા સ્કોર 115 રન બનાવ્યા હતા, પરંતુ જ્યારે ભારત લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે અડધીથી વધુ ટીમ 50 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટે 47 રન હતો. જો કે આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદર વચ્ચે 23 રનની નાની પરંતુ મહત્વની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાની આશા જગાવી હતી, પરંતુ ઝિમ્બાબ્વેની ટીમ અલગ મૂડમાં જોવા મળી હતી. 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપીને ભારત માટે સૌથી વધુ મુશ્કેલી કેપ્ટન સિકંદર રઝાએ ઊભી કરી હતી. 2024માં ટી20 ક્રિકેટમાં ભારતની આ પહેલી હાર છે.
ભારતને જીતવા માટે 116 રન બનાવવાના હતા, પરંતુ પ્રથમ ઓવરમાં જ વિકેટ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. અભિષેક શર્મા પોતાની ડેબ્યૂ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. વિકેટો પડવાની સ્થિતિ એવી રીતે શરૂ થઈ કે એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટે 47 રન હતો. ઋતુરાજ ગાયકવાડે 7 રન બનાવ્યા હતા, જ્યારે રિયાન પરાગ પણ પોતાની ડેબ્યુ મેચમાં માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ જ મેચમાં ધ્રુવ જુરેલે ટી20માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેમને પણ માત્ર 7 રન જ બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને રિંકુ સિંહ પર ઘણો વિશ્વાસ હતો, જે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. એક તરફ ભારતીય બેટ્સમેનો પોતાની વિકેટો ગુમાવી રહ્યા હતા, પરંતુ બીજી તરફ કેપ્ટન શુભમન ગિલ મક્કમ રીતે ઉભો હતો. ગિલે 25 બોલમાં 31 રન બનાવ્યા હતા, પરંતુ નિર્ણાયક સમયે સિકંદર રઝા દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech