ઈમ્તિયાઝ અલીએ જણાવ્યું કે જો 'જબ વી મેટ'ની સિક્વલ બને તો તે કયા કલાકારોને કાસ્ટ કરશે. ઈમ્તિયાઝે કહ્યું કે તે સિક્વલ બનાવવા નથી ઈચ્છતો પરંતુ જો તે બને તો તે ગીત અને આદિત્યના રોલ માટે આ બે કલાકારોને સાઈન કરશે.ઇમ્તિયાઝ અલી હાલમાં તેની નવી ફિલ્મ 'ચમકિલા'ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, જેમાં દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા છે. ઈમ્તિયાઝે હાલમાં જ તેની હિટ ફિલ્મ 'જબ વી મેટ'ની સિક્વલ વિશે વાત કરી અને જણાવ્યું કે જો સિક્વલ બને તો તે ગીત અને આદિત્યની ભૂમિકામાં કયા કલાકારોને જોવા માંગશે. જો કે, ઈમ્તિયાઝ અલીએ એમ પણ કહ્યું હતું કે તે 'જબ વી મેટ'ની સિક્વલ બિલકુલ બને તેવું ઈચ્છતો નથી.જબ વી મેટ કોણ ભૂલી શકે? શાહિદ કપૂર અને કરીના કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી અને બમ્પર હિટ રહી હતી. 'જબ વી મેટ' 2007ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ હતી. આશ્ચર્યની વાત એ છે કે 'જબ વી મેટ'ના શૂટિંગ દરમિયાન કરીના અને શાહિદનું બ્રેકઅપ થયું હતું.અને બંને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ તેણે બ્રેકઅપની અસર ફિલ્મ પર પડવા ન દીધી. આજે પણ લોકો ગીત અને આદિત્યની આઇકોનિક જોડીને યાદ કરે છે. આ ફિલ્મની સિક્વલ આવે તેની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ઈમ્તિયાઝ અલી આ ઈચ્છતા નથી.'જબ વી મેટ'ની સિક્વલ પર ઈમ્તિયાઝ અલીએ આ વાત કહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech