તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં આંગણવાડી કર્મીઓની પડતર પ્રશ્નોની માંગણીઓ અંગે કોઈ નિર્ણય ન લેવાયાના આક્ષેપ સાથે આંગણવાડી સંગઠન દ્વારા બજેટને વખોડવામાં આવ્યું હતું.અને વિરોધ પ્રદર્શન કરી બજેટની હોળી કરવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. કેશોદમાં માંગરોળ રોડ પર આંગણવાડી બહેનોએ વિવિધ પડતર માગણીઓના ઉકેલ લાવવાની માંગ સાથે કાળા કપડા પહેરી બેનર અને સૂત્રોચાર સાથે રેલી યોજી સરકાર વિરોધી ઉગ્ર સૂત્રધાર કર્યા હતા. આંગણવાડી બહેનોના જણાવ્યા મુજબ બજેટમાં આંગણવાડી કર્મચારી સંગઠનની વિવિધ માંગણીઓ પડતર હોવા છતાં કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી જેથી આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે આજે વિરોધ પ્રદર્શન સાથે બજેટની હોળી કરી હમારી માંગે પુરી કરો નહીંતર ખુરશી ખાલી કરોના સુત્રોચ્ચાર કરી સરકાર માંગ નહીં સ્વીકારવામાં આવેતો આગામી દિવસોમાં આંગણવાડીને તાળાબંધી કરી વધુ જલદ કાર્યક્રમ કરવાની ચીમકી આપવામાં આવી હતી.આ ઉપરાંત માંગણી નહીં સંતોષાય તો વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આંગણવાડીની મહિલાઓ દ્વારા વ્યાપક કાર્યક્રમો કરી આગામી દિવસોમાં રાજ્યયવ્યાપી વિરોધ કાર્યક્રમની રણનીતિ ઘડવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech