વિશ્વભરના દેશોને તેમની લશ્કરી શક્તિના આધારે ક્રમાંકિત કરતી સંસ્થા ગ્લોબલ ફાયરપાવરએ વર્ષ 2025 માટે એક નવી યાદી બહાર પાડી છે. 2024 ની યાદીમાં, ભારતનું પાવર રેન્કિંગ વિશ્વમાં ચોથું હતું, જે ભારતે આ વર્ષે પણ જાળવી રાખ્યું છે અને 2025 ની યાદીમાં પણ ચોથા સ્થાને છે. જ્યારે, પાકિસ્તાનની સ્થિતિ પહેલા કરતા ઘણી નબળી પડી ગઈ છે. વર્ષ 2024માં પાકિસ્તાન વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં 9મા ક્રમે હતું, જે વર્ષ 2025માં 12મા ક્રમે આવી ગયું છે. આ યાદીમાં અમેરિકા પહેલા નંબરે, રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે છે. ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ 60 થી વધુ પરિમાણોના આધારે (અનુ. સાતમા પાને) વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્યનું મૂલ્યાંકન કરે છે. આમાં લશ્કરી એકમો, નાણાકીય પરિસ્થિતિ, લોજિસ્ટિકલ ક્ષમતાઓ, ભૌગોલિક સ્થાન અને તકનીકી વિકાસનો સમાવેશ થાય છે.
2025 ની ટોચની 10 લશ્કરી શક્તિઓ
અમેરિકા: તેની અત્યાધુનિક ક્ષમતાઓ, નાણાકીય શક્તિ, વૈશ્વિક પ્રભાવને કારણે ટોચ પર રહે છે. જેનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.0744 છે.
રશિયા: યુક્રેન સાથે યુદ્ધ હોવા છતાં, રશિયા ઈરાન, ઉત્તર કોરિયા અને ચીન સાથે મજબૂત વ્યૂહાત્મક જોડાણ જાળવી રાખે છે. તેનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.0788 છે.
ચીન: સંરક્ષણ અને ટેકનોલોજી રોકાણોમાં મોટા પાયે વધારાને કારણે ચીન ટોચના 3 દેશોમાં સામેલ છે. તેનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.0788 છે.
ભારત: ભારતની લશ્કરી ક્ષમતામાં તેના અદ્યતન લશ્કરી સાધનો, આધુનિક શસ્ત્રો અને વ્યૂહાત્મક સ્થાનને કારણે નોંધપાત્ર વધારો થયો છે અને તેનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1184 છે.
દક્ષિણ કોરિયા: સંરક્ષણ ક્ષેત્રમાં વિશાળ રોકાણ અને વૈશ્વિક ભાગીદારીથી મજબૂત સ્થિતિને કારણે દક્ષિણ કોરિયા ટોચના 5 દેશોમાં સામેલ છે. તેનો પાવર ઇન્ડેક્સ 0.1656 છે.
યુકેનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1785 છે.
ફ્રાન્સનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1878 છે.
જાપાનનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1839 છે.
તુર્કીયેનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1902 છે.
ઇટાલીનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.2164 છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech