પીઠડીયા ટોલ પ્લાઝા દ્રારા જેતપુર તાલુકાના ફોર વ્હીલર ચાલકો પાસેથી વસુલાતા ૧૦ પિયા લોકલ ટોલ ચાર્જમાં દોઢ ગણો વધારો કરી ૨૫ પિયા કરતા વાહન ચાલકોમાં ટોલ પ્લાઝા સામે રોષ ફાટી નીકળ્યો છે. ભાવ વધારા સામે ચેમર્સ તેમજ ડાઈંગ એસોસિએશન મેદાને ઉતરે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.
પીઠડીયા ટોલ પ્લાઝા અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ વિવાદોમાં રહેલું છે. ટોલ પ્લાઝા બનતું હતું ત્યારે જેતપુર ચેમર્સ ઓફ કોમર્સ, ડાઈંગ એસોસિએશન તેમજ રાજકીય પક્ષોએ આ ટોલ નાકાનો જ વિરોધ કર્યેા હતો. જેના કારણે થોડો સમય ટોલ પ્લાઝાનું કામ બધં રહ્યું હતું ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ તેમજ વિવિધ સંસ્થાઓના હોદેદારો સાથે નેશનલ હાઈવે ઓથોરિટીએ વાટાઘાટો કરી જેતપુર તાલુકાના વાહન ચાલકો પાસેથી લોકલ ટોલ ચાર્જ પાંચ પિયા વસુલવાનું નક્કી થયું હતું અને ૫ પિયા આજીવન ચાર્જ રહેશે તેવી સમજૂતી થઈ હતી પરંતુ આ સમજૂતી મૌખિક હતી. જેથી ટોલ ચાર્જના પાંચ પિયામાંથી ૭ પિયા ત્યારબાદ ૧૦ પિયા થયા અને હવે ટોલ પ્લાઝા દ્રારા દોઢ ગણો વધારો ઝીંકીને ૧૦ ના ૨૫ પિયા ટોલ ચાર્જ કરતા સ્થાનિક વાહન ચાલકોમાં બોકાસો બોલી ગયો છે.
જેતપુરથી રાજકોટ વચ્ચે સીકસ રોડ બનાવવાનું કામ ચાલુ હોય ઠેરઠેર રોડ ખોદીને નવો બનાવતા વાહન ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ ચાલવું પડે છે. એટલે હાલ ૪ લેન રોડ હયાત નથી ૬ લેન રોડ બન્યો નથી ત્યારે ટોલ ટેક્ષ જ વસુલવો ન જોઈએ.
ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ૬૦ કિમીના અંતરમાં બે ટોલ પ્લાઝા હશે તો નાબૂદ કરાશે તેવું નિવેદન આપેલ. યારે પીઠડીયાથી ભડી બે ટોલ પ્લાઝા વચ્ચે તો ૩૬ કિમીનું જ અંતર છે જેથી પીઠડીયા ટોલ પ્લાઝા ગેરકાયદેસર જ કહેવાય એટલે તે રદ થવું જોઈએ તેને બદલે પીઠડીયા ટોલ પ્લાઝાએ ટોલ ચાર્જના ભાવમાં વધારો કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્નિવિરની તાલીમ પુર્ણ કરી પરત ફરેલા બે યુવાનોનું થયું અભિવાદન
June 09, 2025 02:46 PMપોરબંદરમાં વિનામુલ્યે પાઠ્યપુસ્તકનું થયું વિતરણ
June 09, 2025 02:45 PMવિશ્ર્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગરકાંઠે સફાઈ અભિયાન
June 09, 2025 02:45 PMવિધાનસભાના અધ્યક્ષે પોરબંદરના ધારાસભ્યની માણી મહેમાનગતિ
June 09, 2025 02:43 PMપોરબંદરના લઘુમતિ વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવા થઇ માંગ
June 09, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech