પોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો શુભારંભ થયો ત્યારેજ પહેલા દિવસે ઓપનએજ ગૃપની જૂનાગઢની યુવતી ઘાયલ થતા સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર અર્થેે તેને જૂનાગઢ લઇ જવાઇ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના સરદાર પટેલ સ્પોર્ટસભવન ખાતે યોજવામાં આવેલ રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાના વિશાળ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા જેમાં ઓપન એજ ગૃપમાં ભાગ લેવા આવેલ કેશોદ રહેતી અને જૂનાગઢની ટીમ વતી સ્પર્ધામાં ઝંપલાવ્યુ હતુ તે હીરલ ભોળા નામની ૧૮ વર્ષની યુવતીને સ્પર્ધામાં જ ઇજા થતા ઇમરજન્સીસેવા ૧૦૮ મારફતે પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક વધુ સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરાએ જણાવ્યુ હતુ કે હીરલને એકસ-રે સહિતની સારવાર અપાયા બાદ તેના પરિવારજનો જૂનાગઢ ખાતે રહેતા હોવાથી તેઓએ જૂનાગઢ સારવાર લેવી છે તેમ જણાવતા તેને વધુ સારવાર માટે જૂનાગઢ લઇ જવામાં આવી હતી.જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech