જૂનાગઢમાં જિલ્લ ા ભાજપ કાયર્લિય ગેરકાયદેસર હોવાના પૂર્વ મંત્રીના પત્ર બાદ ભાજપમાં સામસામે નિવેદનોનો મારો શરૂ થયો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ સામસામે તીર ખેંચાઈ જતા આગામી દિવસોમાં જિલ્લ ામા ભાજપમાં નવાજૂની થવાના એંધાણ પ્રવર્તી રહ્યા છે. જિલ્લ ા ભાજપ કાયર્લિય ગેરકાયદેસર હોવાના વાયરલ પત્ર બાદ ગઈકાલે જિલ્લ ા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ કાયર્લિયનું બાંધકામ મંજૂરી અને વિકાસ પરવાનગી હોવાનો દાવો કર્યો હતો.જોકે મેઇન રોડ પર ટીપી મુજબ હોવા અંગે ઇમ્પેક્ટ ફી માં કાયદેસર કરવાની જોગવાઈ હોવાથી મહાનગરપાલિકાના નિયમ મુજબ ઇમ્પેક્ટ અંતર્ગત કામગીરી કરવાની પણ તૈયારી દશર્વિવાનું જણાવ્યું હતું. તેઓના જણાવ્યા મુજબ ઝાંઝરડા રોડ પર બંધાયેલા ક્રિષ્ના આર્કેઙ પણ બીયુ પરમિશન ધરાવે છે.તેમ છતાં કોઈ ચૂક રહી ગઈ હશે તો જિલ્લ ા ભાજપ અને કાયર્લિય અને ક્રિષ્ના આરકેડ બંને ઇમ્પેક્ટ કાયદા અંતર્ગત દંડની રકમ ભરવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે મહાનગરપાલિકાની કામગીરી તરફ પણ મીટ મંડાઇ છે. કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં જિલ્લ ા ભાજપ કાયર્લિય પ્રથમ બન્યું અને તે કિરીટ પટેલની બાપદાદાની જાગીર નથી પરંતુ ભાજપ્ના 3500 કાર્યકરોનું પરિશ્રમ અને યોગદાનથી તૈયાર ઊભું કરાયું છે. જી પ્લસ ફોર ની મંજૂરી છે અને જી પ્લસ ટુ નું બાંધકામ કરાયું છે.21-7-2017ના સુરેન્દ્ર કાકાના નામે દસ્તાવેજ થયેલ છે અને તેની વાણિજ્ય ફી પણ ભરાઈ ગયેલી છે. ભાજપ કાયર્લિય થકી અને કાર્યકર ધારાસભ્ય તો અનેક રાજ્ય કક્ષાના મંત્રી પણ બન્યા છે. તેમ જણાવ્યું પરંતુ સમગ્ર મુદ્દો સામે લાવનાર જવાહરભાઈ ચાવડા ના નામ લેવાનું પણ ટાળ્યું હતું.કિરીટભાઈ દ્વારા વિસાવદર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ તે પહેલા જ આગામી વિસાવદરની ચૂંટણીમાં પણ 35 હજારની મતથી જીતવાના દાવા પણ કરવામાં આવ્યા હતા.એક વ્યક્તિ એક હોદો મામલે કિરીટભાઈના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા હોદા આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લ ા સહકારી બેંક ઉપરાંત જિલ્લ ા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત છું તે પક્ષના આદેશથી જ કામગીરી કરી રહ્યો છું. તાલાળા અને જૂનાગઢ યાર્ડમાં અનેક વિકાસલક્ષી કાર્યો કયર્િ અને જિલ્લ ા સહકારી બેંકમાં પણ ધિરાણ અને નફામાં વધારો કર્યો. માર્કેટિંગ યાર્ડમાં તો ગૃહ મંત્રીના હસ્તે નવા ખેડૂત વિકાસ ભવનનું લોકાર્પણ કરાવ્યું.પાર્ટીમાં નિયમ મુજબ બે વર્ષ હોદા પર રહી શકીએ છીએ આગામી સમયમાં નવા પ્રમુખોની વરણી થવાની હોય ત્યારે પક્ષ જે મેન્ડેટ આપે તે અનુસરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. જિલ્લ ા સહકારી બેંકમાં ચેરમેન તરીકે ખોટા ધિરાણ કરનારી મંડળીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી છે. તો ગેરરીતી કરનારને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.ખાસ કરીને બે હોદ્દા મામલે કિરીટભાઈના જણાવ્યા મુજબ કયા કાર્યકતર્ઓિને ક્યા હોદા આપવા તે પ્રદેશ નક્કી કરે યાર્ડમાં ચેરમેનનું પણ પ્રદેશના આદેશથી જ પદ સ્વીકાર્યું. અઢી વર્ષ શાસન કયર્િ બાદ જિલ્લ ા સહકારી બેંકના ચેરમેન તરીકે કામગીરી સંભાળી.
પૂર્વ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા પીએમને સંબોધીને પત્ર લખેલ તેમાં જિલ્લ ા ભાજપ કાયર્લિય, કિરીટભાઈ પટેલ દ્વારા નિર્મિત ક્રિષ્ના આર્કેડ બિલ્ડીંગ મામલે જણાવ્યા મુજબ બંને બાંધકામોની વિકાસ પરવાનગી છે છતાં નાના-મોટા નિયમ ભંગ હશે તો ઇમ્પેક્ટ કાયદા હેઠળ મંજૂરી લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. જવાહરભાઈ ચાવડા ના વાયરલ પત્ર મામલે કોઈ ફોડ પાડ્યો ન હતો. અને ભાજપ્નું હાલ સદસ્યતા અભિયાન તરફ જ ફોકસ હોવાનું જણાવી જિલ્લ ામાં હાલ ભાજપ દ્વારા નવો સભ્યો જોડવા ને જ પ્રાધાન્ય આપી રહ્યું હોવાનું જણાવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ ન કરેલા બાંધકામોને નોટિસ કે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ખુદ ભાજપ્ના જ પૂર્વ મંત્રી દ્વારા ભાજપ કાયર્લિય ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું જણાવ્યા બાદ મહાનગરપાલિકાની કામગીરી તરફ પણ મીટ મંડાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech