કરણ જોહરે ૫૩ વર્ષની ઉંમરે ચહેરાનો વીમો ઉતરાવ્યો

  • June 07, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ફિલ્મ નિર્માતા કરણ જોહર વિશે સમાચાર આવ્યા છે, જે સાંભળીને નવાઈ લાગશે. અભિનેતાએ પોતાના શરીરના એક અંગનો વીમો કરાવ્યો છે,જોવાની ખૂબી અએ છે કે આ કામ તેણે દક્ષિણ કોરિયાથી કરાવ્યું છે.કરણ જોહર પોતાની ફેશન સેન્સને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તાજેતરમાં કરણના પરિવર્તને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તે પહેલા કરતા ઘણો ફિટ થઈ ગયો છે. એટલું જ નહીં, તેનો પાઉટ પણ ખૂબ પ્રખ્યાત છે અને હવે આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કરણે પોતાના ચહેરાનો વીમો કરાવ્યો છે. કરણે દક્ષિણ કોરિયામાં પોતાના ચહેરાનો વીમો કરાવ્યો છે.

એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કરણ તાજેતરમાં ઘણી વખત ગુપ્ત રીતે દક્ષિણ કોરિયા ગયો છે અને ત્યાં તેણે પોતાના ચહેરાનો વીમો કરાવ્યો છે. આ બધું ત્યાં ટ્રેન્ડ કરી રહ્યું છે. જોકે, કરણ તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી અને કરણે કેટલાનો વીમો કરાવ્યો છે તે પણ અપડેટ કરવામાં આવ્યું નથી.


જો આ સાચું હોય તો કરણ પહેલો સેલિબ્રિટી નથી જેણે પોતાના શરીરના અંગનો વીમો કરાવ્યો છે. અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા અને જોન અબ્રાહમે પણ પોતાના શરીરના અંગોનો વીમો કરાવ્યો છે.

કરણે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે કોઈપણ દવાને કારણે તેનું વજન ઘટ્યું નથી. તેણે કહ્યું હતું કે, હું હંમેશા સ્થૂળતા સામે સંઘર્ષ કરું છું. મેં ઘણા બધા ડાયેટિંગ કર્યા, 500થી વધુ વર્કઆઉટ કર્યા, દરેક પ્રકારના જે તમે વિચારી શકો છો.

કરણે જણાવ્યું હતું કે તાજેતરમાં રક્ત પરીક્ષણ કરાવ્યા પછી, જાણવા મળ્યું કે તેને થાઇરોઇડ છે અને તેને ધ્યાન આપવાની જરૂર છે. આ પછી કરણે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેને ઠીક કરવાનો પ્રયાસ કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application