રાજકોટ શહેરમાં આંબેડકરનગર રોડ ખાતે આવેલ ખોડલ ડિલકસ પાન અને પુનિતનગર ૮૦ ફટ રોડ ખાતે આવેલ શકિત સ્ક્રેપ યુનિટ સહિત કુલ બે યુનિટ દ્રારા જાહેરમાં ગંદકી ફેલાવતા હોવાથી સીલ કરવામાં આવ્યા હતા.
વધુમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોકત બન્ને યુનિટ ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી તેમજ જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે કચરો કરતા હોવાથી આ બાબતે નોટીસ આપી વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી.આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર–નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.૧૧–૯–૨૦૨૪ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.૧૧–૯–૨૦૨૪ ના ખોડલ ડિલકસ પાન અને શકિત સ્ક્રેપ યુનિટ કુલ બે એકમના સંચાલકોને નોટીસ આપીને ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ– ૩૭૬–એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech