રૂા. 1.82 લાખના મુદ્દામાલ સાથે છ શખ્સો ઝડપાયા
ભાણવડ તાલુકાના ફતેપુર ગામે રહેતા જગદીશ ભીમાભાઈ રાવલિયા નામના 25 વર્ષના આહીર યુવાન દ્વારા પોતાના અંગત લાભ માટે તેની વાડીમાં આવેલા કબજા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવીને અહીં જુગાર રમવા માટેની સગવડ પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર શનિવારે એલસીબી પોલીસ ત્રાટકી હતી.
આ સ્થળેથી પોલીસે જગદીશ ભીમાભાઈ રાવલિયા, રમેશ જેસાભાઈ ભાટુ, કાના અરજણ ભાટુ, કિશોર મોહનભાઈ જોશી, ગોવિંદ રાયદે રાવલીયા અને ગુલમામદ ઈસ્માઈલ જેઠવા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પકડાયેલા પાસેથી પોલીસે રૂપિયા 81,500 રોકડા, રૂ. 10,000 ની કિંમતનો એક મોબાઈલ, રૂ. 30,000 ની કિંમતના ત્રણ મોટરસાયકલ વગેરે મળી, કુલ રૂ. 1,81,500 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.