શહેરમાં અનેક સ્થળ પર કોમર્શિયલ બાંધકામ સાઈટ ચાલી રહી છે અને આ સાઈટ પર મોટા ભાગે પર પ્રાંતીય શ્રમિકો મજૂરી કામ કરી રહ્યા છે અને આ કામ કરતી વખતે અનેક વખત સાઈટ પરથી પડી જતા મોત નિપજયાના બનાવ પણ સામે આવ્યા છે, એમ છતાં લેબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જાણે માનવ જિંદગીની કોઈ કિંમત જ ન હોઈ તેમ આખં મિચામણી કરી કોન્ટ્રાકટર અને બિલ્ડરોના થાબડ ભાણા કરવામાં આવી રહ્યા હોવાનું જોવા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લાગી રહ્યું છે.
ગઈકાલે જ શહેરના નવા પુનિત વાળા ૮૦ ફટ રોડ પર વગડ ચોક પાસે બાલાજી ઉપવન નામની બાંધકામ સાઈટના ૧૨માં માળે કામ કરતી વખતે શ્રમિક પડી જતા ગંભીર ઇજા થવાથી મોત નીપયું છે.
આંબેડકરનગર આસ્થા ચોકમાં રહેતો અને મજુરી કામ કરતો રાહત્પલ બલિરામ ચૌહાણ (ઉ.વ.૨૬) નામનો યુવક ગઈકાલે સવારે નવા પુનિત વાળા ૮૦ ફટ રોડ પર વગડ ચોક પાસે બાલાજી ઉપવન નામની બાંધકામ સાઈટના ૧૨માં માળે કામ કરી રહ્યો હતો ત્યારે બેલેન્સ ગુમાવી દેતા નીચે પટકાયો હતો. બનાવના પગલે અન્ય શ્રમકો અને લેબર કોન્ટ્રાકટર નિશિથ પટેલ સહિતના દોડી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. બનાવથી યુવકના પરિવારમાં શોક છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાંધકામ સાઈટ ઉપર જરી સેફટી સાધનોના અભાવના કારણે આવા બનાવ બની રહ્યા છે ત્યારે તત્રં દ્રારા આ બાબતે ચેકીંગ હાથ ધરી જરી કાર્યવાહી કરી શ્રમિકોના જીવ બચાવે એ જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech