સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા લાડાણી ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં ૫૦૦ કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે. જેમાં લાડાણી ગ્રુપે કાળા નાણા છુપાવવા માટે ઝૂપડપટ્ટી વિસ્તારમાં એક ઓરડી રાખી હતી અને આ ઓરડી પોલીસ અને ટેકિનકલ ટીમની મદદથી આવકવેરા વિભાગે શોધી કાઢી હતી. જયાંથી દરોડા પૂર્વે લાડાણી ગ્રુપના કાળા ચીઠ્ઠા છૂપાવાયા હતા
પ્રથમ વખત ઈન્કમટેકસ વિભાગ અને ખાસ કરીને રાજકોટની આઈટી ટીમ દ્રારા ટેકનોલોજીનો ઉંડાણપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. જયારે શરૂઆતના તબક્કામાં આઈટીની ટીમ દ્રારા સર્ચ ઓપરેશન કરવામાં આવતું ત્યારે બે દિવસ દરમિયાન એકપણ કાગળ કરચોરીનો મળ્યો ન હતો. પરંતુ, વિંગના અધિકારીઓએ પોતાની બુધ્ધી વાપરી પોલીસની મદદ લીધી હતી અને જેમાં લાડાણી ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોને ત્યાંથી ૪૫૦ જેટલા સીસીટીવી કેમેરા દ્રારા સ્કેનીંગ કયુ હતું. જેમાંથી રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી પીજીવીસીએલની મુખ્ય ઓફિસની પાછળ ઝૂપડપટ્ટી વિસ્તારમાંથી એક મકાન મળી આવ્યું હતું યાં લાડાણી ગ્રુપના લોકોની અવર–જવર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેના આધારે આઈટીની ટીમ આ રૂમ સુધી પહોંચી હતી અને કાળા નાણાના વ્યવહારો પરથી પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી.
રાજકોટની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્રારા લાડાણી અને ઓરબીટ ગ્રુપ ઉપર અને તેના ભાગીદારો સહિત ૩૦ જગ્યાઓ પર ગત ૨૭મી ફેબ્રુઆરીએ દરોડા પડા હતા. સૌરાષ્ટ્ર્રના ટોચના ગણાતા ગ્રુપ ઉપર દરોડાની કામગીરીથી જમીન–મકાનના ધંધાર્થીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ દરોડા દરમિયાન દરરોજ આવી રહેલી નવી–નવી માહિતી ચર્ચામાં રહી હતી. ખાસ કરીને લાડાણી ગ્રુપના અંગત ગણાતા માણસોએ મોટી રકમ સાથેનો રોકડ થેલો અને અલગ–અલગ પ્રોજેકટના દસ્તાવેજો, લેપટોપ ગૂમ કરી દીધું હતું. જેની શંકા શરૂઆતના તબક્કામાં જ આઈટીની ટીમને આવી ગઈ હતી. સઘન તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે, રૂા.૪ હજારમાં લાડાણી ગ્રુપે એક રૂમ ભાડે રાખ્યો હતો અને ત્યાં મહત્વના લોકોની જ હીલચાલ જોવા મળી હતી. આઈટીના સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, ખુદ દિલીપ લાડાણી અને તેના અંગત માણસો પીજીવીસીએલની ઓફિસની પાછળ આવેલ આ ઝૂપડપટ્ટીની વારંવાર મુલાકાત લઈ પાંચથી દશ મિનિટમાં બહાર આવી જતાં હતા. જગ્યા ખુબ ભીડ–ભાડ વાળી હતી પરંતુ, સીસીટીવીના એક ફૂટેજથી આ રૂમનો પર્દાફાશ થયો હતો. જેના માટે લાડાણીના ભાણેજ અંકીત સીરાએ રૂા.૪ હજારમાં આ રૂમ ભાડે રાખ્યો હતો. યાં દર મહિનાનો ડેટા છૂપાવવામાં આવતો હતો. વધુમાં એવી માહિતી પણ બહાર આવી છે કે અંકીત સીરા દ્રારા દર ચાર મહિને રૂમ બદલાવવામાં આવતો હતો.
આઈટીના અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, સીસીટીવી ફટેજમાં સીરા અને તેની પત્ની બે સૂટકેશ સાથે તેમના એપાર્ટમેન્ટમાંથી બહાર નિકળ્યા બાદ ૭૫ મિનિટ પછી પાછા ફર્યા દર્શાવ્યા હતા જેમાં મોબાઇલ લોકેશન ટ્રેસ કરતાં તેના સસરાના ઘરે ગયા હતા અને આ બેગ તેણે ભત્રીજા અને પાડોશીને ઘરે રાખી હતી. આ બેગમાંથી ૧.૨૫ કરોડની રોકડ મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech